| September 1, 2015 | 12:35 PM

પોલીસની ગાડી ફુટપાથ પર ચઢી જતા પાંચ કચડાયા

- મહિલા સહિત બેનાં મોત ત્રણની હાલત ગંભીર અમદાવાદ તા. 1 સપ્ટેમ્બર, 2015વડોદરામાં પોલીસની એક પેટ્રોલિંગ કરતી ગાડી ફુટપાથ પર ચઢી ગઈ હોવાના સમચાર મળ્યા છે. પોલીસની આ ગાડીએ ફુટપાથ પર સુતેલા પાંચ લોકોને કચડી નાખ્યા છે. જેમાં એક મહિલા સહિત બે લોકોનાં મોત થયા છે જ્યારે અન્ય ત્રણ લોકોની હાલત અત્યંત ગંભીર જાણવા મળી […]

| August 31, 2015 | 11:47 AM

જગવિખ્યાત સોમનાથ મહાદેવના મંદિરે આજે વિવિધ પુષ્પોના શૃંગાર

- આજે શ્રાવણ માસના ત્રીજા સોમવારે સર્વત્ર ગુંજ્યા ઓમ નમઃ શિવાયના નાદ દેશવિદેશના હજારો શ્રધ્ધાળુ ભાવિકોના દર્શન માટે આજે વહેલી સવારે ૪ વાગ્યે દિગ્વીજય દ્વાર ખુલશેઃ સાંજે લુપ્ત થઈ રહેલા લોકવાદ્ય ‘રાવણહથ્થા’ દ્વારા સુર અભિષેક વેરાવળ, તા.૩૦ શ્રાવણ માસમાં જગવિખ્યાત સોમનાથ મહાદેવના મંદિરે દેશવિદેશથી મોટી સંખ્યામાં ભાવિકો ઉમટશે. આવતીકાલ તા. ૩૧ના રોજ શ્રાવણ માસનો ત્રીજો […]

| August 31, 2015 | 11:45 AM

હરિયાણાનું અનોખું ગામ, જ્યાં ૨૪૩ વર્ષથી કોઈએ ધૂમ્રપાન નથી કર્યું!

હરિયાણાના કૈથલના માલેખેડી ગામનો આખા દેશે અપનાવવા જેવો પ્રેરક દાખલો – ૧૭૭૨માં ગામના એક વડીલે પાડેલો ‘નો સ્મોકિંગ’નો ચીલો આજેય યથાવત્ ગામમાં કેન્સર કે શ્વાસનો એકેય દર્દી નથી નવી દિલ્હી, તા.૩૦ ભારતમાં કહેવા માટે તો જાહેરમાં બધે જ નો સ્મોકિંગ ઝોન છે, પણ ખરેખર નો સ્મોકિંગ ઝોન હોય એવું સ્થળ શોધવું મુશ્કેલ છે ત્યારે હરિયાણાના […]

| August 31, 2015 | 11:43 AM

પાટીદારોએ તોફાનોની સીડી તૈયાર કરી: સરકાર-ભાજપની ઇમેજ ખરડશે

- પાટીદારોએ ગોધરાકાંડ બાદની મુસ્લિમ પેટર્નને અપનાવી – ફેસબુક-વોટ્સએપ પર મારો ચાલશે પોલીસદમનની ક્લિપ દર્શાવી દેશવિદેશમાં ભાજપ સરકારનો અસલી ચહેરો રજૂ કરવા પાટીદારોનો વ્યૂહ અમદાવાદ , રવિવાર અનામતના તોફાનો બાદ પાટીદારો હવે ભાજપ સરકાર સામે બાંયો ચડાવવાના મૂડમાં છે. તોફાનોમાં પાટીદારોએ જાન ગુમાવ્યાં છે,પાટીદારો પોલીસદમનનો ભોગ બન્યાં છે, પાટીદારોને જેલમાં પૂરાયાં છે તે તમામ બાબત […]

| August 31, 2015 | 11:42 AM

ફાયરના વાહનો-૧૦૮ પરના હુમલાથી આંદોલનકારીઓ અળખામણા બન્યા

- પાટીદાર આંદોલનને શરૃઆતમાં અનેક વર્ગના સમર્થન બાદ – સુરતમાં તોફાનીઓ પર ચારેય તરફથી ફીટકાર વરસાવવામાં આવી રહ્યો છે સુરતના ઈતિહાસમાં પહેલી વખત ફાયર અને મીડિયા કર્મચારીઓને ટાર્ગેટ બનાવી માર મરાતા તોફાની તત્વોએ લોકોની સહાનુભુતિ ગુમાવી સુરત, રવિવાર પાટીદાર અનામત આંદોેલન શરૃ થયું ત્યારે માત્ર પાટીદાર જ નહીં પરંતુ અન્ય  વર્ગ દ્વારા આંદોલનને સમર્થન આપવામાં […]

| August 31, 2015 | 11:40 AM

ખોડિયાર ગામમાંથી ધસી આવેલા ટોળાનો વૈષ્ણોદેવી સર્કલ પાસે હુમલો

- મોડી રાતે છ વાહનો સળગાવી દીધાં – સર્કલ પરના પોલીસ જવાનો પર પથ્થરમારો કરતાં પોલીસને ભાગવું પડયું અકસ્માત જેવી નાની બાબતમાં ગોરબંધ રેસ્ટોરન્ટ પર હુમલો કર્યા બાદ સર્કલ પરના પોલીસ જવાનો પર પથ્થરમારો કરતાં પોલીસને ભાગવું પડયું અમદાવાદ, રવિવાર રવિવારે મોડી રાતે એસ.જી. હાઈવે પર આવેલા વૈષ્ણોદેવી મંદિર સામેના ગોરબંધ રેસ્ટોરન્ટ પાસે અકસ્માત થવાના […]

| August 29, 2015 | 6:56 PM

રાજકોટમાં રક્ષાબંધન પર્વે બહેને કિડની આપી ભાઈની રક્ષા કરી

- સૌરાષ્ટ્રમાં સર્વપ્રથમ સફળ કિડની ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન – ભાઈ – બહેન બન્નેનું સ્વાસ્થ્ય સારૃં રાજકોટ, શુક્રવાર રક્ષાબંધન ભાઈ – બહેનના સ્નેહસભર સંબંધોને પુનઃજીવીત કરે છે. બહેનભાઈના જીવનની રક્ષા માટે રાખડી બાંધે છે. બહેનના સ્નેહ રંગથી રંગાયેલો એક રેશમી દોરો ભાઈના જીવનને જરૃર પડે નવલું રૃપ આપી દેવા સમર્થ પણ છે તેની સાક્ષીરૃપ ઘટના રાજકોટમાં તાજેતરમાં […]

| August 29, 2015 | 12:03 PM

જામનગરમાં ૫૦ ફૂટ લાંબી અને ૫૦ ફૂટ પહોળી વિક્રમજનક રાખડી

- ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે દાવેદારી,રક્ષાબંધને આકર્ષણ જમાવતી જમ્બો રાખડી – જાણો જામનગરની કઈ- કઈ ચીજોને વર્લ્ડ રેકોર્ડમાં મળ્યું છે સ્થાન ૭૦૦ વિદ્યાર્થીઓ અને ૬૦ શિક્ષકોની મદદથી તૈયાર થયેલી રાખડીમાં વપરાયો ૧૮૦ કિલો ગ્રામ લાકડાનો છોલ, ૧૨૫૦ ફૂટ બિડીંગ પટ્ટી અને ૧૩૦૦ ફૂડ કાપડઃ રક્ષાબંધન નિમિત્તે આકર્ષણ જમાવતી જમ્બો રાખડીજામનગર, તા. ૨૭ભાઇ – […]

| August 29, 2015 | 11:57 AM

સરકાર આંબેડકર જયંતી પર રૂ. 125નો સિક્કો જારી કરશે

- કોંગ્રેસ પણ આંબેડકર જયંતીને મનાવવાની તૈયારીમાં છે – સરકારે આંબેડકર જયંતીનાં કાર્યક્રમોની યાદી જારી કરી અમદાવાદ તા. 29 ઓગસ્ટ, 2015 કેન્દ્ર સરકાર બંધારણ ઉત્પાદક અને સામાજિક સુધારક ભીમરાવ આંબેડકરની 125મી જયંતી પર 125 રૂપિયાનો સિક્કો જારી કરવાની યોજના બનાવી રહી છે. આવતા વર્ષે તેમની 125મી જયંતી છે. તેમનો જન્મ 14 એપ્રિલ 1891માં થયો હતો. […]

| August 29, 2015 | 11:55 AM

આર્મીના શસ્ત્રો ડિપોટ પાસે વિસ્ફોટ, 14 જવાન ઘાયલ, 3ની હાલત ગંભીર

- વિસ્ફોટ લશ્કરના ટ્રેનિંગ કેમ્પ પાસે થયો છે – જવાનોને લશ્કરનાં હેલિકોપ્ટર દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા અમદાવાદ તા. 29 ઓગસ્ટ, 2015જમ્મૂ કાશ્મીરનાં પુલવામામાં લશ્કરના શસ્ત્રો ડિપોટ પાસે એક મોટો વિસ્ફોટ થયાના સમચાર મળી રહ્યા છે. આ વિસ્ફોટ લશ્કરના ટ્રેનિંગ કેમ્પ પાસે થયો છે.મળતી માહિતી પ્રમાણે ટ્રેનિંગ સ્કૂલમાં જવાનોને ગ્રેનેડ લગાડવાનું શીખવાડમાં આવતું હતુ, એ દરમ્યાન […]