Saurashtra Bhoomi News

પોલીસની ગાડી ફુટપાથ પર ચઢી જતા પાંચ કચડાયા

Want create site? Find Free WordPress Themes and plugins.

– મહિલા સહિત બેનાં મોત ત્રણની હાલત ગંભીર

અમદાવાદ તા. 1 સપ્ટેમ્બર, 2015

વડોદરામાં પોલીસની એક પેટ્રોલિંગ કરતી ગાડી ફુટપાથ પર ચઢી ગઈ હોવાના સમચાર મળ્યા છે. પોલીસની આ ગાડીએ ફુટપાથ પર સુતેલા પાંચ લોકોને કચડી નાખ્યા છે. જેમાં એક મહિલા સહિત બે લોકોનાં મોત થયા છે જ્યારે અન્ય ત્રણ લોકોની હાલત અત્યંત ગંભીર જાણવા મળી છે.

મળતી માહિતી પ્રમાણે, દુર્ધટના સરસાલી બાયપાસ પર બની છે. જો કે, સ્થાનિક સુત્રોએ જણાવ્યું કે ડ્રાઈવર નશામાં હતો અને તેણે ગાડી પરથી સંતુલન ગુમાવી દેતા આ દુર્ઘટના સર્જાઈ અને ફુટપાથ પર સુતા લોકોની પર ગાડી ચઢાવી દીધી. પોલીસની ગાડી પાનીગેટ પોલીસ સ્ટેશનની હતી. દુર્ઘટના બાદ પોલીસની જીપ પણ પલટી ગઈ હતી.

Did you find apk for android? You can find new Free Android Games and apps.