અમેરિકાઃ ટાઈટેનિક જહાજમાં અપાયેલા અંતિમ લંચ ઓર્ડરની થશે હરાજી

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

1441177136_titnic11441176987_titnic– લંચ ઓર્ડર સાથે એક ચિઠ્ઠીની પણ હરાજી થશે, જાણો શું હતો છેલ્લો લંચ ઓર્ડર

– આ દુર્ઘટનામાં 1500થી વધારે પુરુષો, મહિલાઓ અને બાળકોને મૃત્યું થયા હતા

અમદાવાદ તા. 2 સપ્ટેમ્બર, 2015

તમે એ જરૂર જાણવા માગતા હશો કે 14 એપ્રિલ 1912ના રોજ ટાઇટેનિક જહાજ પર બપોરે જમવા માટે છેલ્લો ઓર્ડર શું હતો. ટાઈટેનિકનાં આ છેલ્લા ઓર્ડરની 30 સપ્ટેમ્બરનાં રોજ હરાજી કરવામાં આવશે.

આ ઓર્ડર, જહાજમાંથી ડુબતા બચાવાયેલા લોકોમાંથી એકની પાસે હતો, જે લાઈફબોટનાં સહારે ટાઈટેનિકથી બહાર આવવામાં સફળ રહ્યો હતો. બપોરનાં આ ઓર્ડરની 50થી 70 હજાર ડોલરની વચ્ચે હરાજી કરવામાં આવશે. તેની સાથે એક ચિઠ્ઠીની પણ હરાજી કરવામાં આવશે, જેણે જહાજમાંથી બચેલા એક યાત્રીકે છ મહિના બાદ લખી હતી, ન્યૂ યોર્કની હરાજી સંસ્થા લાયન હાર્ટ પ્રમાણે આ પત્રની ચારથી છ હજાર ડોલરમાં હરાજી થશે.

ટાઈટેનિક જહાજ પર રહેલી લાઈફ બોટને મનીબોટનું નામ પણ આપવામાં આવ્યું હતુ. એવું કહેવાય છે કે, આ જીવન રક્ષક બોટમાં 40 લોકો બેસી શકતા હતા, પરંતુ 12 લોકોને જ બેસાડવામાં આવ્યા. જો કે એવી અફવાહ છે કે, ફર્સ્ટ ક્લાસ યાત્રીઓને જ આ બોટથી બચાવવામાં આવ્યા હતા અને સામાન્ય જનરલ ક્લાસનાં યાત્રિકોને ડૂબતા જહાજમાં જ મુકી દીધા હતા.

આ જહાજ 14 એપ્રિલ 1912ની રાત્રે એક હિમપ્રપાત સાથે અથડયું હતુ તથા બીજા દિવસે સવારે તે ડૂબી ગયું હતું. આ ઈંગ્લેન્ડનાં સાઉથહેમ્પટનથી અમેરિકાનાં ન્યૂ યોર્કની પોતાની પહેલી યાત્રા પર હતું. આ દુર્ઘટનામાં 1500થી વધારે પુરુષો, મહિલાઓ અને બાળકોને મૃત્યું થયા હતા.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

− 4 = 3

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud