અંતે ઇન્દ્રાણીએ કબૂલ્યું, “હા, મેં કરી મારી દીકરીની હત્યા”

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

News2_20150902112646970ઈન્દ્રાણી મુખરજીએ પુત્રી શીના બોરાની હત્યાનો ગુનો આખરે કબૂલ કર્યો છે. એક અઠવાડિયા જેટલા સમય સુધી મૌન રહ્યા બાદ ઈન્દ્રાણી ભાંગી પડી હતી.

એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે બાન્દ્રા કોર્ટમાં પુત્રી વિધિ સાથેની  મુલાકાત વખતે ઈન્દ્રાણી મુખરજી ભાંગી પડી હતી અને હત્યાની કબૂલાત કરી હતી, એમ પોલીસે જણાવ્યું છે. અત્યાર સુધી ઈન્દ્રાણી શીના અમેરિકામાં જીવિત હોવાનું સતત રટણ કરતી હતી.

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર ઈન્દ્રાણીના નિવેદનમાં થોડોક વિરોધાભાસ છે. હવે ત્રણેય આરોપીઓની ભૂમિકા અંગે અમે તાળા મેળવી રહ્યા છીએ. ઈન્દ્રાણી તેમજ તેનો પૂર્વ પતિ સંજીવ ખન્ના અને પૂર્વ ડ્રાઈવર શ્યામવર રાયને મેટ્રોપોલિટન કોર્ટમાં રજૂ કરાયા પછી આ ઘટના બની છે. કોર્ટમાં વિધિ તથા વકીલ ઈન્દ્રાણીને મળ્યા હતા.  અન્ય સહ-આરોપીએ ગુનાની કબૂલાત અગાઉ જ કરી હતી.

જોકે, ઈન્દ્રાણી શીનાના હત્યામાં સંડોવણીનો સતત ઈનકાર કરતી હતી. તે આ સાથે મિખાઇલની હત્યાના કાવતરામાં સંડોવાયેલી હોવાની પણ સતત ના પાડતી હતી. ઈન્દ્રાણીએ હત્યાના હેતુ અંગે કોઈ ફોડ પાડ્યો નથી. પોલીસના જણાવ્યા અનુસાર ઈન્દ્રાણી હજું ત્રણ દિવસ પોલીસ કસ્ટડીમાં રહેનાર છે અને ત્યાં સુધી આ પ્રશ્નનો જવાબ પણ મળી જશે.

દરમિયાન ઈન્દ્રાણીનો વર્તમાન પતિ પીટર મુખરજી આજે મુંબઈમાં ખાર પોલીસ સમક્ષ હાજર થયો હતો. પીટર સાથે તેમના વકીલ પણ છે.
Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

− 5 = 4

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud