દિલ્હીમાં આરએસએસ-ભાજપની સમન્વય બેઠકનો આરંભ

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

News2_20150902121445840દિલ્હીમાં મધ્ય પ્રદેશ સરકારના ગેસ્ટ હાઉસ મધ્યાંચલ ભવનમાં ભાજપ અને આરએસએસ વચ્ચેની ત્રણ દિવસની સમન્વય બેઠકનો આરંભ થયો છે. બેઠકમાં કેન્દ્રીય પ્રધાનો, ભાજપ અને આરએસએસના નેતાઓ ભાગ લઈ રહ્યા છે. ભાજપના અધ્યક્ષ અમિત શાહ બેઠકમાં આખો દિવસ ઉપસ્થિત રહેનાર છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોઈ એક દિવસ બેઠકમાં ઉપસ્થિત રહેશે. નોંધનીય છે કે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને બેઠક માટે આમંત્રણ અપાયું નથી.

બેઠકમાં સંઘના વડાઓએ રજૂ કરેલા વિવિધ અહેવાલ અંગે સરકાર સાથે ચર્ચા કરાશે. આ ઉપરાંત જનઅભિપ્રાય વિશે પણ ચર્ચા કરવામાં આવનાર છે. સવારે નવ વાગે શરૂ થયેલી સમન્વય બેઠકમાં સામાજિક ,આર્થિક, રાજકીય સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા હાથ ધરાશે. આ સાથે શિક્ષણ, શ્રમ, વેપાર, સંસ્કૃતિ, કૃષિ તથા આર્થિક બાબતો અંગે જે તે કેન્દ્રીય મંત્રીઓ સાથે ચર્ચા યોજાશે. વિવિધ રાજ્યોના 12 જેટલા મુખ્યમંત્રીઓને પણ તેમના રાજ્યોને લગતાં મુદ્દાની ચર્ચા માટે બોલવવામાં આવ્યા છે.

બેઠકમાં સંઘ પ્રમુખ મોહન ભાગવત ઉપરાંત ભૈયાજી જોષી, દત્તાત્રેય હોસબોલે, કૃષ્ણગોપાલ તથા સંઘના 15 સંગઠનોના વડાઓ ઉપસ્થિત રહ્યા છે.  જ્યારે ભાજપમાંથી પક્ષપ્રમુખ અમિત શાહ, સંગઠન સચિવ રામલાલ , રામ માધવ, સંસદીય બોર્ડના તમામ સભ્યો ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન રાજનાથસિંહ, નાણાપ્રધાન અરુણ જેટલી, વિદેશપ્રધાન સુષમા સ્વરાજ, પરિવહનપ્રધાન નીતિન ગડકરી, માનવસંસાધન વિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાની પણ વિવિધ સમયે બેઠકમાં ભાગ લેનાર છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

89 − = 84

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud