પાકિસ્તાન સાથે ત્વરીત-મિનિ યુદ્ધ માટે તૈયાર રહોઃ સેના વડા

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

News2_20150902090757577ભારતીય સેનાના વડા દલબીરસિંહે પાકિસ્તાનના નાપાક હરકતોને ધ્યાન લેતાં સેનાની ત્રણેય પાંખોને પાકિસ્તાન સાથે ત્વરીત અને મિનિ યુદ્ધ માટે તૈયાર રહેવાની હાકલ કરી છે. ભવિષ્યમાં હવે યુદ્ધની તૈયારી માટે વધારે સમય મળશે નહીં. આ કારણે આપણે ઉચ્ચ સ્તરે મિનિ યુદ્ધ માટે સજજ રહેવું પડશે. 

1965માં પાકિસ્તાન સાથેના યુદ્ધની સુવર્ણ જયંતિ ઉજવણી માટે યોજાયેલા કાર્યક્રમમાં કેટલાક દેશો જમ્મુ અને કાશ્મીર તેમજ અન્ય ક્ષેત્રોમાં હિંસા ફેલાવવાનું કાવતરું રચી રહ્યાં છે. વિશેષ કરીને પાકિસ્તાન પર ખાસ સાવધાની દાખવવાની જરૂર છે. તેમણે કહ્યું કે ઓપરેશનલ તૈયારીઓને ગમે તે સમયે ટોચની અગ્રતા આપવી પડશે. આપણી રણનીતિમાં આ ખુબ જ આવશ્યક છે. 

તેમણે કહ્યું કે પાકિસ્તાન જે રીતે સંઘર્ષ વિરામની ઘટનાઓમાં આગળ વધી રહ્યું છે, તેના કારણે ભારતીય સેના અગાઉ કરતાં પણ સતર્ક બની છે. આપણી સામેના જોખમો અને પડકારો અગાઉ કરતાં વધુ જટીલ છે. તેમણે આ સાથે 1965ના યુદ્ધમાં ભારતીય સેનાના અદમ્ય સાતહસ, અસાધારણ જુસ્સા અને દ્રઢ સંકલ્પનો પણ પુનરોચ્ચાર કર્યો છે. 

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

− 1 = 1

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud