આજે બેન્ક કર્મચારીઓની દેશવ્યાપી હડતાળ

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

News2_20150902081034997ઓલ ઈન્ડિયા બેન્ક એમ્પ્લોઈઝ એસોસિયેશને (AIBEA) સહિતના 10 યુનિયનોએ આજે બીજી સપ્ટેમ્બરે બેન્ક હડતાળનું એલાન આપ્યું છે. શ્રમ કાયદામાં સૂચિત સુધારાના વિરોધમાં બે મહિનામાં બીજીવાર અખિલ ભારતીય બેન્ક હડતાળનું એલાન અપાયું છે. હડતાળમાં 10 બેન્ક યુનિયનો સામેલ છે અને દેશભરના લાખો  બેન્ક કર્મચારીઓ તેમાં જોડાશે

AIBEAના જનરલ સેક્રેટરી સી.એચ. વેંકટચલમે રાજકોટમાં જણાવ્યું હતું કે જાહેર, ખાનગી, વિદેશી અને સહકારી ક્ષેત્રની તમામ બેન્કોના લાખો જેટલા કર્મચારીઓ આ હડતાળમાં ભાગ લેનાર છે. સરકાર શ્રમ કાયદામાં સુધારા કરનાર છે. આ સુધારા કર્મચારીઓ માટે હાનિકારક છે અને મૂડપતિઓ તથા નોકરીદાતાઓની તરફેણ કરે છે.

પ્રોવિડન્ટ ફંડ, લઘુતમ વેતન ધારા જેવા અનેક શ્રમ કાયદાઓ છે. સરકાર આ તમામ કાયદામાં સુધારા કરી એક સર્વગ્રાહી વિધેયક લાવવા માગે છે, જે કર્મચારી યુનિયનો તેમજ કર્મચારીઓ માટે હાનિકારક તેમજ મેનેજમેન્ટ માટે લાભદાયક છે. 

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

− 1 = 1

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud