ભુજઃ યુવતીના ફોટા પાડતા રોડ રોમિયોને પડવા લાગ્યા ધડાધડ લાફા

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

News181_20150902121103940ભુજના હમીરસર પાસે પોતાની બહેનપણીને આવવાની રાહ જોઈ રહેલી એક છાત્રાને સામે ઊભેલો યુવક મોબાઈલમાં પોતાના ફોટા પાડી રહ્યો હોવાનું જણાતાં બંને છાત્રાઓએ રોડ રોમિયોને પડકારીને તેની પાસે જઈ ગાલ ઉપર તમાચા મારી તેનો મોબાઈલ ઝૂંટવી લેતાં યુવક મોબાઈલ મૂકીને નાસી છૂટ્યો હતો. જાહેર રોડ ઉપર બનેલી આ ઘટના નિહાળવા લોકોનાં ટોળાં ઉમટી પડ્યાં હતા.

ભુજની એક છાત્રા એક્ટિવા લઈને ટ્યૂશને જવા નીકળેલી ત્યારે તે હમીરસર તળાવ પાસે ઊભી રહીને સહઅધ્યાયી છાત્રાની આવવાની રાહ જોઈ રહી હતી. એ દરમિયાન ત્યાં ઊભેલો એક રોડ રોમિયો પોતાના મોબાઈલમાં તેના ફોટા પાડી રહ્યો હતો. કોઈ લફંગો મોબાઈલમાં પોતાના ફોટા પાડી રહ્યો છે. એ જોઈને છાત્રાએ પ્રથમ તેના તરફ વધારે કાંઈ ધ્યાન આપ્યું ન હતું. પરંતુ તેની સખી આવ્યા બાદ બંને એક્ટિવા લઈને આગળ ચાલવા લાગી હતી, જેથી યુવકને એમ થયું કે  છાત્રાઓ કાંઈ બોલતી નથી જેથી તેણે ચાલતી એક્ટિવાએ પણ બંનેના કેટલાક ફોટા પાડ્યા હતા. 

આ દરમિયાન થોડે દૂર જઈને તેઓ પરત ફરી સીધી એ યુવાન પાસે ગી હતી. જ્યાં યુવાન કાંઈ સમજે એ પહેલાં તો બે પૈકી એક વિદ્યાર્થીનીએ તેને ધડાધડ લાફા ઝીંકવાનું શરૂ કરી દીધું હતું. જ્યારે બીજીએ તેના હાથમાં રહેલો મોબાઈલ આંચકી લેતાં આ યુવક મોબાઈલ જતો કરીને પોતાને વધુ મારથી બચાવવા મુઠ્ઠીઓ વાળીને ભાગી છૂટતાં છાત્રાઓએ મોબાઈલ એ ડિવિઝન પોલીસ મથકે જઈને પીઆઈને સોંપી સમગ્ર હકીકતથી વાકેફ કરતાં તેમણે છાત્રાઓને જવ દઈ એ યુવકને શોધી તેના વિરૂદ્ધ જાહેરમાં યુવતીઓની છેડતી કરવાનો ગુનોં નોંધી તેની અટક કરવા સ્ટાફને આદેશ કર્યો હતો.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

66 − = 60

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud