Saurashtra Bhoomi News

પાટા પરથી ખડી પડી ચેન્નાઇ મેંગલોર એક્સપ્રેસ, 40 મુસાફરો ઇજાગ્રસ્ત

Want create site? Find Free WordPress Themes and plugins.

દુર્ઘટના વિરૂધાચલમ પાસે રાત્રે બે વાગ્યાની આસપાસ બની

– ગત એક મહિનામાં ત્રીજી ટ્રેન દુર્ઘટના

અમદાવાદ તા. 4 સપ્ટેમ્બર, 2015

તામિલનાડુનાં કડ્ડાલોરમાં શુક્રવારે સવારે ચેન્નાઇ મેંગલોર એક્સપ્રેસનાં પાંચ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. દુર્ઘટનામાં 40 લોકો ઘાયલ થયા હોવાનાં સમાચાર મળ્યા છે, જેમાં 25 મહિલાઓ સામેલ છે. કયા કારણે દુર્ઘટના સર્જાઈ તેનાં વિશે હાલ કોઈ ખુલાસો થયો નથી.

જણાવવામાં આવી રહ્યું છે કે દુર્ઘટના વિરૂધાચલમ પાસે રાત્રે બે વાગ્યાની આસપાસ બની. ગાડી નંબર 16859 ચેન્નાઇ મેંગલોર સેન્ટ્રલ એક્સપ્રેસ પૂવનૂર રેલ્વે સ્ટેશનની નજીક પાટા પરથી ઉતરી ગઈ. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તો સાથે વાતચીત કરવા કલોરનાં કલેક્ટર એસ સુરેશ કુમાર પહોંચ્યા છે. ત્યારે પાટા પરથી ઉતરી પડેલા ડબ્બાને હટાવી લેવાયા છે. દુર્ઘટનાને કારણે આ રૂપ પર ચાલતી ટ્રેનોને અસર થઈ છે.

તમને જણાવી દઈએ કે ગત એક મહિનામાં આ ત્રીજી ટ્રેન દુર્ઘટના છે. આ પહેલા 4 ઓગસ્ટે મધ્યપ્રદેશનાં હરદામાં ટ્રેન દુર્ઘટનામાં 31 મુસાફરોના મોત થયા હતા, જ્યારે 25 અન્ય લોકો ઘાયલ થયા હતા. 24 ઓગસ્ટનાં રોજ આંધ્રપ્રદેશનાં અનંતપુરમાં ગ્રેનાઈટથી ભરેલી ટ્રક સાથે ટ્રેન અથડાતા ધારાસભ્ય સહિત 6 લોકોનાં મોત થયા હતા.

Did you find apk for android? You can find new Free Android Games and apps.