માતા પિતાએ તેમના સપના બાળકો પર ન થોપવા જોઈએ: પીએમ મોદી

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

News2_20150904102640073વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે દિલ્હીનાં માણેકશા ઓડિટોરિયમમાં વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કરી રહ્યાં છે. વડાપ્રધાન વિડિયો કોન્ફર્ન્સ દ્વારા વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કરશે. ખાસ બાબત તો એ છે કે વડાપ્રધાન દેશના અલગ અલગ રાજ્યોમાંથી પસંદ કરેલા 10 વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરશે. માનવ સંશાધન મંત્રી સ્મૃતિ ઈરાની પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યાં છે. તેમણે કહ્યું કે વર્ષ પહેલા એક નાનકડી શરૂઆત થઈ અને સંકલ્પને વિશ્વાસમાં બદલ્યો. વડાપ્રધાને આ કાર્યક્રમમાં કલાઉત્સવ વેબસાઈટ પણ લોન્ચ કરી. વડાપ્રધાન હાલ વિદ્યાર્થીઓને સંબોધિત કરીને વિડિયો કોન્ફન્સ દ્વારા વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ આપી રહ્યાં છે.

સંબોધનના મુખ્ય મુદ્દા

  • કાલે કૃષ્ણ સાથે રાધા કૃષ્ણનનનો પણ જન્મદિવસ
  • મા જન્મ આપે છે જ્યારે ગુરુ જીવન આપે છે. જીવન જીવવાની સેન્સ આપે છે.
  • આપણા મન પર શિક્ષકનો ખુબ પ્રભાવ હોય છે.
  • દરેક વ્યક્તિના જીવનમાં કોઈને કોઈ શિક્ષકે કહેલી વાત તેમના જીવનનો હિસ્સો બનતી હોય છે. શિક્ષકે જે  અઘરી વાત કહી હોય તે આપણે ભૂલી જતા હોઈએ છીએ.
  • વિદ્યાર્થીના જીવનમાં શિક્ષકનું અને શિક્ષકના જીવનમાં વિદ્યાર્થીનું મહત્વ શું તે આપસી સમજદારી વિક્સીત ન  થાય ત્યાં સુધી ગેપ બની રહે છે.
  • સાચા શિક્ષક ક્યારેય નિવૃત થઈ શકતા નથી
  • શિક્ષકો પર મોટી જવાબદારી છે.
  • શિક્ષકનું નામ રોશન કરે છે વિદ્યાર્થી.
  • ગુરુ જે કઈ કહે તેના પર આંખ બંધ કરીને વિશ્વાસ કરીએ છીએ.
  • શિક્ષકની વાતને વિદ્યાર્થીઓએ જીવનમાં ઉતારવી જોઈએ.
  • વિદ્યાર્થીઓ શિક્ષકની વાત જીવનભર ભૂલી શકતા નથી.
  • શિક્ષકોએ વિદ્યાર્થીઓના જીવન પર લખવું જોઈએ.
  • ડો. કલામ બાળકોને ખુબ જ પ્રેમ કરતા હતા. કલામ આખરી સમય સુધી બાળકો વચ્ચે રહ્યાં હતાં.
  • ડો. રાધાકૃષ્ણને નથી જોયા પરંતુ ડો. કલામને નજીકથી નિહાળ્યાં છે.
  • ડો. કલામ વિદ્યાના માર્ગથી ક્યારેય અલગ થયા નથી. હંમેશા નવી પ્રતિભા શોધતા રહ્યાં.
  • વિદ્યાર્થી અને શિક્ષકની જોડી જીવનની કળા શિખવે છે, સપના વિક્સાવે છે.
  • કુંભારની જેમ દરેક શિક્ષક વિદ્યાર્થીનું જીવન ઘડે છે.
  • કળા વગર જીવન રોબોર્ટ જેવું બની જાય છે.
  • જીવનમાં સંસ્કારનું મહત્વ છે. વિદ્યાર્થી પ્રતિ શિક્ષકનો ભક્તિભાવ હોવો જોઈએ.
  • બાળક જેટલું શીખવાડે છે તેટલું કોઈ શિખવાડી શકતું નથી.
  • આપણે રોબર્ટ બનતા બચવું જોઈએ, સંવેદનશીલ રહેવું જોઈએ.
  • પેઢીઓને બનાવવાની છે અને આગળ વધારવાની છે.

બાળકોના સવાલ પીએમના જવાબ

સવાલ: તમારા પર સૌથી વધુ પ્રભાવ કોનો રહ્યો છે?

પીએમનો જવાબ :
 તમે એવરેસ્ટ સર કર્યો પછી તમારા મિત્રોથી દુર ગયા? મોટા થવું એ મુશ્કેલ છે પરંતુ જો કઈક મેળવવાની ઈચ્છા હોયથી કોઈને મળીએ તો દરેક વ્યક્તિ કઈક શિખવે છે અને તેનો પ્રભાવ આપણા પર જોવા મળે છે. લાઈબ્રેરીમાં સ્વામિ વિવેકાનંદના પુસ્તકો મેં ખુબ વાંચ્યા છે આથી તેમનો મારા પર પ્રભાવ છે.

સવાલ: રાજકારણમાં સફળ નેતા થવું છે તો તેના માટે કેવું વ્યક્તિત્વ અને ગુણોની જરૂર છે.

પીએમનો જવાબ :  આ ખરેખર દુખની વાત છે કે સરકારી અધિકારીઓ અને રાજકારણીઓ વિશે ખોટા અભિપ્રાય જોવા મળે છે. નેતૃત્વ કરવાના ગુણો વિક્સાવીને એક સારા નેતા બની શકાય છે. ચૂંટણી તમે નેતા બનવા માટે લડવા માંગો છો કે ખરેખર પરિવર્તન માટે. નિસ્વાર્થભાવથી કાર્યો કરવાથી લોકો જ તમને નેતા બનાવે છે.

સવાલ: દેશના અનેક વિસ્તારોમાં વીજળી નથી તો ડિજીટલ ઈન્ડિયાનું સપનું કેવી રીતે સાકાર થશે

પીએમનો જવાબ : વાત ખરેખર સાચી છે અને તે દિશામાં કામ થઈ રહ્યું છે. અનેક ગામડાઓમાં હજુ વીજળી નથી. અમે 1000 દિવસમાં 18000 ગામડાઓમાં વીજળી પહોંચાડવાની તૈયારી કરી રહ્યાં છીએ. ડીજીટલ ઈન્ડિયાથી આપણે દૂર રહી શકીએ તેમ નથી. આપણા જીવનનો મહત્વપૂર્ણ હિસ્સો બની ગયો છે.

સવાલ: જો તમારા માતાપિતાએ તમારા પર કઈ બનવા માટે દબાણ કર્યુ હોત તો અમને તમારા જેવા વડાપ્રધાન ન મળત.

પીએમનો જવાબ :  માતા પિતાએ તેમના સપના તેમના બાળકો પર ન થોપવા જોઈએ. દરેક બાળકને તેમની રીતે કામ કરવા દેવા જોઈએ.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

40 − 30 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud