Saurashtra Bhoomi News

માતા પિતાએ તેમના સપના બાળકો પર ન થોપવા જોઈએ: પીએમ મોદી

Want create site? Find Free WordPress Themes and plugins.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે દિલ્હીનાં માણેકશા ઓડિટોરિયમમાં વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કરી રહ્યાં છે. વડાપ્રધાન વિડિયો કોન્ફર્ન્સ દ્વારા વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કરશે. ખાસ બાબત તો એ છે કે વડાપ્રધાન દેશના અલગ અલગ રાજ્યોમાંથી પસંદ કરેલા 10 વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરશે. માનવ સંશાધન મંત્રી સ્મૃતિ ઈરાની પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યાં છે. તેમણે કહ્યું કે વર્ષ પહેલા એક નાનકડી શરૂઆત થઈ અને સંકલ્પને વિશ્વાસમાં બદલ્યો. વડાપ્રધાને આ કાર્યક્રમમાં કલાઉત્સવ વેબસાઈટ પણ લોન્ચ કરી. વડાપ્રધાન હાલ વિદ્યાર્થીઓને સંબોધિત કરીને વિડિયો કોન્ફન્સ દ્વારા વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ આપી રહ્યાં છે.

સંબોધનના મુખ્ય મુદ્દા

બાળકોના સવાલ પીએમના જવાબ

સવાલ: તમારા પર સૌથી વધુ પ્રભાવ કોનો રહ્યો છે?

પીએમનો જવાબ :
 તમે એવરેસ્ટ સર કર્યો પછી તમારા મિત્રોથી દુર ગયા? મોટા થવું એ મુશ્કેલ છે પરંતુ જો કઈક મેળવવાની ઈચ્છા હોયથી કોઈને મળીએ તો દરેક વ્યક્તિ કઈક શિખવે છે અને તેનો પ્રભાવ આપણા પર જોવા મળે છે. લાઈબ્રેરીમાં સ્વામિ વિવેકાનંદના પુસ્તકો મેં ખુબ વાંચ્યા છે આથી તેમનો મારા પર પ્રભાવ છે.

સવાલ: રાજકારણમાં સફળ નેતા થવું છે તો તેના માટે કેવું વ્યક્તિત્વ અને ગુણોની જરૂર છે.

પીએમનો જવાબ :  આ ખરેખર દુખની વાત છે કે સરકારી અધિકારીઓ અને રાજકારણીઓ વિશે ખોટા અભિપ્રાય જોવા મળે છે. નેતૃત્વ કરવાના ગુણો વિક્સાવીને એક સારા નેતા બની શકાય છે. ચૂંટણી તમે નેતા બનવા માટે લડવા માંગો છો કે ખરેખર પરિવર્તન માટે. નિસ્વાર્થભાવથી કાર્યો કરવાથી લોકો જ તમને નેતા બનાવે છે.

સવાલ: દેશના અનેક વિસ્તારોમાં વીજળી નથી તો ડિજીટલ ઈન્ડિયાનું સપનું કેવી રીતે સાકાર થશે

પીએમનો જવાબ : વાત ખરેખર સાચી છે અને તે દિશામાં કામ થઈ રહ્યું છે. અનેક ગામડાઓમાં હજુ વીજળી નથી. અમે 1000 દિવસમાં 18000 ગામડાઓમાં વીજળી પહોંચાડવાની તૈયારી કરી રહ્યાં છીએ. ડીજીટલ ઈન્ડિયાથી આપણે દૂર રહી શકીએ તેમ નથી. આપણા જીવનનો મહત્વપૂર્ણ હિસ્સો બની ગયો છે.

સવાલ: જો તમારા માતાપિતાએ તમારા પર કઈ બનવા માટે દબાણ કર્યુ હોત તો અમને તમારા જેવા વડાપ્રધાન ન મળત.

પીએમનો જવાબ :  માતા પિતાએ તેમના સપના તેમના બાળકો પર ન થોપવા જોઈએ. દરેક બાળકને તેમની રીતે કામ કરવા દેવા જોઈએ.

Did you find apk for android? You can find new Free Android Games and apps.