પહેલા હાથ પકડ્યો, હવે પગ પકડીને માફી માંગ: સુપ્રીમ કોર્ટ

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

1441695742_touch girls feet for some mercy in punishment supreme court– યુવતીનો હાથ પકડવાના કેસમાં સુપ્રીમ કોર્ટે આરોપીને પગ પકડી માંફી માંગવા કહ્યું

નવી દિલ્હી તા. 8 સપ્ટેમ્બર 2015

સુપ્રીમ કોર્ટે એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીને પીડિતાના પગ પકડવા કહ્યું છે. બનાવની વિગત મુજબ એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ પીડિતાના ઘરમાં ઘૂસીને તેનો હાથ પકડી લીધો હતો. આ દરમિયાન પીડિતા પ્રેમમાં પાગલ યુવકથી પોતાની જાતને બચાવવા કરેલા પ્રયત્નમાં ઘાયલ થઇ ગઇ હતી. ત્યારે આજે કોર્ટે આ કેસમાં સુનાવણી કરતા પ્રેમી યુવકને કહ્યું કે જો આરોપી પીડિતાના પગલ પકડી લે તો તેની પાંચ વર્ષની સજાને ઓછી કરીને એક વર્ષની કરી દેવામાં આવશે.

આ કિસ્સો સિંકદરાબાગના કાવિગુડા વિસ્તારના ભાગ્યલક્ષ્મીનગરનો છે. અહીંયા આરોપી પોતાના પડોશમાં રહેતી એક યુવતીનો ઘણીવાર પીછો કરતો હતો. જ્યારે આ વાત ઘરના સભ્યોને ખબર પડી ત્યારે તેઓએ યુવકને ચેતવણી પણ આપી પણ યુવક માન્યો નહીં. ત્યાર બાદ આરોપી એક રાત યુવતીના બેડરૂમમાં ઘૂસી ગયો. ગભરાયેલી યુવતી જ્યારે પોતાના બેડરૂમમાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો ત્યારે આરોપીએ પીડિતાનો હાથ પકડી લીધો અને લગ્નની વાત કરી. આ દરમિયાન પીડિતા પ્રેમમાં પાગલ યુવકથી પોતાની જાતને બચાવવા કરેલા પ્રયત્નમાં ઘાયલ થઇ ગઇ હતી. ત્યાર બાદ યુવતીના પરિવારજનોએ આરોપીની સામે જબરદસ્તીથી ઘરમાં ઘૂસીવા અને લગ્ન કરવા માટે દબાણ કરવા માટે ફરિયાદ દાખલ કરી. વળી કોર્ટે આરોપીને આ કેસમાં પાંચ વર્ષની સજા સંભળાવી.

સોમવારના રોજ જસ્ટિસ ટીએસ ઠાકુર અને વી ગોપાલા ગૌડાએ આરોપીના વકીલ એટીએમ રાંગા રામાજુનમને કહ્યું કે તેઓ સજા ઓછી કરશે પરંતુ આરોપીએ પીડિતાના પગમાં પડીને માંફી માંગવી પડશે. કોર્ટે આરોપીને પીડિતા પાસે 6 ઓક્ટોબર સુધી માફી માંગવા કહ્યું છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

+ 36 = 45

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud