પાટીદાર અનામત આંદોલન દ્વારા સુરતમાં લકી ડ્રોનું આયોજન

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

1442557735_cm2yotnj– આંદોલનકારીઓ લકી ડ્રોમાં નામ નીકળનાર રાજકીય અગ્રણીઓને ત્યાં ગાંધીગીરી કરશે

– નેતાને ત્યાં જઇ ગુલાબનું ફૂલ આપી ત્રણ સવાલ પુછવામાં આવશે

સુરત તા. 18 સપ્ટેમ્બર 2015

પાટીદારો અનામત આંદોલનના આગ્રણી અલ્પેશ પટેલ અને અન્ય ત્રણ વ્યક્તિ દ્વારા આજે સુરતમાં લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના ભાજપના ધારાસભ્ય, સાંસદ સભ્ય, કોર્પોરેટરો અને શહેરના રાજકીય અગ્રણીઓના નામને એક ઘડામાં એકઠા કરી લકી ડ્રોનું આયોજન કર્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર પાટીદારોને અનામતની માંગ સાથે શરૂ કરવામાં આવેલા આંદોલનમાં સમયાંતરે વિવિધ સ્વરૂપો જોવા મળ્યા છે. ક્યારેક વિશાળ મહાસભા તો ક્યારેક પદ યાત્રા તો ક્યારે દાંડી યાત્રા ત્યારે આજે સુરતમાં અનામત આંદલોનના અગ્રણી દ્વારા ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરના તમામ પક્ષોના નેતાઓના નામની ચીઠ્ઠી બનાવી તેમાંથી નામની પસંદગી કરી તેમને ત્યાં ગુલાબનું ફૂલ આપી ગાંધીગીરી કરવા જણાવ્યું હતુ.

સુરત પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર અલ્પેશ પટેલે સુરતના વરાછામાં આવેલા માનગઢ ચોકમાં સભાનું આયોજન કર્યું હતુ. અલ્પેશ પટેલે માનગઢ ચોરમાં આવેલી સરદાર પટેલની મૂર્તિને ફૂલમાળા ચડાવી લોકોને સંબોધી કરી લકી ડ્રો સંપન્ન કર્યો હતો. જેમાં પહેલું નામ પુણેશભાઇ મોદી, બીજી નામ ભૂપેન્દ્ર સિંહ સોલંકી, ત્રીજુ નામદર્શાનબેન જરદોશ, ચોથુ નામ મનોજભાઇ લોટવાળા અને પાંચમુ નામ ધારાસભ્ય કુમરભાઇ કાનાણીનું નીકળ્યું હતું.

આંદોલન સમિતિના સભ્યો આ રાજકીય અગ્રણીઓને ત્યાં જઇ ગુલાબનું ફૂલ આપી તેમણે ત્રણ સવાલ પુછશે પોલીસ દમન વિશ શું કહેવું છે?, પાટીદાર અનામત આંદોલન વિશે શું કહેવું છે ?, અને સમાજ વિશે શું કહેવા માંગો છે?

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

35 − 28 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud