– દાલમિયાના કારણે પહેલીવાર એશિયામાં વર્લ્ડકપનું આયોજન થયેલું
– વનડે ક્રિકેટમાં 50-50 ઓવરનું સુચન પણ દાલમિયાને આભારી
કોલકાતા તા. 21 સપ્ટેમ્બર 2015
ભારતીય ક્રિકેટના ગોડફાધર જગમોહન ડાલમિયા હંમેશા ક્રિકેટ પ્રેમીઓના દિલમાં રહેશે. એશિયાખંડમાં વર્લ્ડ કપનું આયોજન અને વ્યવસ્થાપન ક્રિકેટના ઇતિહાસમાં તેમની સૌથી મોટી મૂડી છે. શાળામાં વિકેટકીપરથી પોતાની કરિયર શરૂ કરનારા ડાલમિયા જ તે વ્યક્તિ છે જેમને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI)ને દુનિયાની સૌથી ધનવાન અને શક્ત્તિશાળી બોર્ડ બનાવવામાં અગત્યની ભૂમિકા ભજવી. મારવાડી વ્યાપારી પરિવારના ડલમિયાનું BCCIને આ સ્ટેજ સુધી પહોંચાડવામાં આપેલું યોગદાન અવિસ્મરણીય રહેશે.
સમાપ્ત કરી ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાનો દબદો
ડાલમિયાએ ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાન ક્રિકેટ બોર્ડની મનમાની સમાપ્ત કરી વર્લ્ડ કપનું આયોજન પહેલીવાર ઇંગ્લેન્ડથી બહાર કરાવવામાં અગત્યની ભૂમિકા ભજવી. વર્ષ 1987માં ક્રિકેટ વર્લ્ડ કપનું આયોજન એશિયા ખંડમાં કરવામાં આવ્યું. વર્લ્ડ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડની તાનાશાહી સમાપ્ત કરવાની રૂપરેખા લાહોરમાં તૈયાર કરવામાં આવી હતી. લાહોરમાં ભારત, પાકિસ્તાન અને શ્રીલંકન બોર્ડે બેસીને આ યોજનાને અંજામ આપ્યો.
પહેલા રદ્દ થયો હતો પ્રસ્તાવ
લાહોરમાં બેઠક બાદ ડાલમિયાએ વર્લ્ડ કપને ઇંગ્લેન્ડથી બહાર લઇ જવાનો પ્રસ્તાવ ICCને મોકલ્યો. ચારે તરફ વિરોધ બાદ આ પ્રસ્તવને નકારી કાઢવામાં આવ્યો. એશિયન સમિતિએ પ્રસ્તાવ આપ્યો કે,વનડે ક્રિકેટમાં 50-50 ઓવર કરી દેવામાં આવે. લાંબા વાદવિવાદ બાદ ICCએ ભારત પાકિસ્તાનના પ્રસ્તાવ પર અમલ કરતા તેમને સંયુક્ત્ત રીતે વર્લ્ડ કપ 1987ની મહેજબાની સોંપવામાં આવી. ત્યાર બાદ ભારતે 1996 અને 2011માં પણ ICC વર્લ્ડ કપની મેજબાની કરી.