પીપાવાવ શીપયાર્ડના કોન્ટ્રાકટરોએ હડતાળ હાથ ધરતા કંપની ચિંતામાં મુકાઇ

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

1442992546_pipavav shipyard worried about contractor strike– આજે કોન્ટ્રાક્ટરોની સાથે કંપનીના 1400 જેટલા કર્મચારીઓ પણ જોડાય

– આવતી કાલથી ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી કોન્ટ્રાક્ટરો અને કર્મચારીઓએ ઉચારીરાજુલા તા. 23 સપ્ટેમ્બર 2015

રાજુલા તા. 23 સપ્ટેમ્બર 2015

રાજુલા નજીક પીપાવાવ શીપયાર્ડ કંપની દ્વારા કોન્ટ્રાક્ટરોને તેમના નાણા અનિયમીત ચુકવવામાં આવતા હોય છેલ્લા 2 મહિનાથી અવાર નવાર હડતાલ પડી રહી છે. લગભગ 214 જેટલા કોન્ટ્રાક્ટરોના અંદાજીત 70 કરોડ જેટલી રકમની ચૂકવણી કરવા માટે કંપની લાલીયા વાડી કરી રહીં છે.

ત્યારે ગઇ કાલે કોન્ટ્રાક્ટરોએ સંગઠીત બની હડતાલ પાડી કંપનીના ગેઇટ બંધ કરી દીધા હતાં અને સમાધાનકારી વલણ અપનાવવા હાકલ કરી. જોકે હકારત્મક વલણ સ્પષ્ટ ન થતા આજે 214 જેટલા કોન્ટ્રાક્ટરો અને કંપનીના મેનેજમેન્ટ અને અન્ય સ્ટાફ(પીએસપીએલ અને પીબીએમસીએલ) સહીતના 1400 જેટલા કર્મચારીઓ હડતાલ પર ઉતરી આવતા સવારમાં જ માહોલ ગરમાયો હતો.

કંપનીના અધિકારીઓ દ્વારા અપાયેલા વાયદા  પ્રમાણે પેમેન્ટની ચૂકવણી ન કરતા આજે ફરી કંપનીના મેઇન ગેઇટની સામે બાબુભાઇ રામની આગેવાનીમાં કોન્ટ્રાક્ટરો અને કર્મચારીઓ તેમના પ્રશ્નો રજુ કરી વિરોધ પ્રદર્શન કરતા આજના દિવસનું સંપૂર્ણ કામકાજ બંધ થઇ ગયું હતું.

કોન્ટ્રાક્ટરો અને કર્મચારીઓ જણાવ્યું કે આજ સાંજ સુધીમાં જો યોગ્ય નીકાલ નહીં આવે તો આવતી કાલથી ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચારી છે. તેમને કહ્યું કે આજે સાંધ સુધીમાં દરેક કોન્ટ્રાક્ટરને તેમના બાકી નીકળતી રકમ અને પીએસપીએલ/પીબીએમસીએલના અંદાજીત 3 કરોડ રૂપીયા નહી મળે તો કાલે જે અઘટીત બનાવ બનશે તેની જવાબદારી પીપાવાવ શીપયાર્ડ અને તેના અધીકારીની રહેશે તેવું જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે કંપનીમાં મેનેજમેન્ટમાં વિશ્વજીત દિગરાજ(એસ્સાર હેડ), દેવઆશિષગીરી(કંપની સીઈઓ) અને દેવ પ્રસાદ(એસીએમના વડા)ને કોન્ટ્રાક્ટરોએ વાતચીત કરી ત્યારે અમારા હાથમાં કશુ નથી તેમ કહીં હાથ ઉચાં કરી દીધા હતા. કંપની દ્વારા 10 કે 20 ટકા જેવુ પેમેન્ટ કરી આંદોલનો સમાપ્ત કરાતા હતાં પરંતુ આજે 200 જેટલા કોન્ટ્રાક્ટરોએ હડતાલનું શસ્ત્ર હાથ ધર્યું હતું.

કંપની રીલાયન્સ કંપનીએ હસ્તગત કરી છે અને સરકારના મોટા કોન્ટ્રાક્ટ મળવાની વાતો વચ્ચે કંપની ચુકવણા પણ કરી શકતી ન હોય ચકચાર મચી છે. પીપાવાવ શીપયાર્ડના નાણાકીય વ્યવહારો પણ અટવાઇને ચાલતા હોય માર્ચ મહિનામાં અનિલ અંબાણી તથા ભાવેશ ગાંધી અને નિખીલ ગાંધીએ કંપનીની મુલાકાત લઇ કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટર સાથે બેઠક યોજી બધુ સમુ સુતરૂ કરવાની હૈયા ધારણા આપી હતી.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

47 − 41 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud