Want create site? Find Free WordPress Themes and plugins.
– 7 દિવસીય આ પ્રવાસમાં પહેલા આયર્લેન્ડ પહોંચશે
– 60 વર્ષ બાદ કોઈ ભારતીય વડાપ્રધાન આયર્લેન્ડ જઈ રહ્યા છે
નવી દિલ્હી તા. 23 સપ્ટેમ્બર 2015
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આયર્લેન્ડ અને અમેરિકાના 7 દિવસના પ્રવાસે જવા માટે બુધવારના રોજ સવારે 6 વાગ્યે દિલ્હીથી રવાના થયા છે. 7 દિવસના આ પ્રવાસમાં પહેલા આયર્લેન્ડ પહોંચશે. ત્યાર બાદ 25 સપ્ટેમ્બરના રોજ યુએનની જનરલ એસેમ્બલીને સંબોધીત કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમેરિકા જતા પહેલા બુધવારના રોજ આયર્લેન્ડ પહોંચશે. છેલ્લા 60 વર્ષમાં આ એવો પ્રસંગ છે જ્યારે કોઈ ભારતીય વડાપ્રધાન આયર્લેન્ડ જઈ રહ્યા છે. અહીં પીએમ અને પોતાના સમકક્ષ એન્ડા કેની સાથે મુલાકાત કરશે. આ ઉપરાંત ભારતીય સમુદાયને પણ સંબોધિક કરશે. આ પહેલા 1965માં પં.જવાહર લાલ નેહરૂ આયર્લેન્ડ આવ્યા હતા.
Did you find apk for android? You can find new Free Android Games and apps.