રાજ્ય સરકારે SCમાં જવાબ રજૂ ન કરતાં મનપા-નપાની ચૂંટણી પર સ્ટે યથાવત્

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

News10_20150928134711990રાજ્યમાં નવા સીમાંકન મામલે સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરવામાં આવી હતી જેની આજે સુનાવણી હતી. ગુજરાત સરકાર આ અંગે પોતાનો જવાબ રજૂ કરવાની હતી, પરંતુ સરકાર પોતાનો જવાબ રજૂ કરી શકી નહોતી અને જવાબ આપવા માટે  10 દિવસનો સમય માંગ્યો હતો. જોકે, હવે સુપ્રીમ કોર્ટે આ કેસમાં અંતિમ સુનાવણી માટે 24મી નવેમ્બરની તારીખ આપી છે.

24મી નવેમ્બરે આ અંગે અંતિમ સુનાવણી હાથ ધરાશે. આથી હાલ રાજ્યની મહાનગર પાલિકા અને નગર પાલિકાની ચૂંટણીઓ પર સ્ટે યથાવત્ રહેશે. 24મી નવેમ્બર સુધી રાજ્યમાં ચૂંટણીઓ યોજાઈ શકશે નહીં. અત્રે જણાવવાનું કે એક મહત્વપૂર્ણ ચુકાદામાં 4 સપ્ટેમ્બર, 2015ના રોજ સુપ્રીમ કોર્ટે રાજ્યમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને મ્યુનિસિપાલિટીઓની ચૂંટણી પ્રક્રિયા પર પ્રતિબંધ મૂક્યો દીધો હતો. આ અગાઉ ઓક્ટોબરમાં 6 મહાનગર પાલિકાની ચૂંટણી યોજાવવાની જાહેરાત પણ થઈ ગઈ હતી.

સુપ્રીમ કોર્ટે રાજુ સામન્ત એન્ડ અધર્સ v/s ગુજરાત ગવર્મેન્ટ એન્ડ અધર્સ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપતા મ્યુનિસિપલ કોર્પોરેશન અને મ્યુનિસિપાલિટીઓની ચૂંટણી પ્રક્રિયા પર પ્રતિબંધ મૂક્યો દીધો છે. નોંધનીય છે કે આગામી મહિનામાં રાજ્યની 6 મહાનગર પાલિકાની ચૂંટણીઓ યોજાવાની જાહેરાત થઈ હતી. આ કેસ કરનાર રાજુ સામન્ત વડોદરાના વોર્ડ નંબર 1ના મતદાર છે. અરજદાર વતી સુપ્રીમ કોર્ટમાં જે અરજી કરવામાં આવી હતી તેમાં મુંબઈ, દિલ્હીની જેમ એક નગર સેવક રાખવા માટે રજૂઆત કરવામાં આવી હતી. અરજીમાં 4 નગર સેવકના સ્થાને 1 નગર સેવકની રજૂઆત કરવામાં આવી હતી. આ મુદ્દે જેં.છેલામેશ્વર અને અભય એમ સપ્રેની બેચે ગુજરાત સરકારને એક નોટીસ પાઠવી અને મલ્ટી મેમ્બર વોર્ડ ચૂંટણી કોન્સેપ્ટ પર પ્રશ્ન પણ ઊભો કર્યો હતો.

આજ રોજ સુધીમાં રાજ્ય સરકારે સુપ્રીમકોર્ટમાં આ અંગે પોતાનો જવાબ રજૂ કરવાનો હતો પરંતુ સરકાર જવાબ ન આપી શકતાં હવે હાલ સ્ટે યથાવત્ રહેશે અને આગામી સુનાવણી 24મી નવેમ્બરે થશે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

79 − 70 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud