તાલિબાને મને કામ છોડવા ધમકી આપી હતી: અફઘાન અભિનેત્રી

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

1443875697_afghan actress marina gulbahri urges women in the country to keep working– તાલિબાની નિયમનો અંત આવતા મહિલાઓ હવે કામે અને શાળાએ જઇ શકે છે

– અફઘાન અભિનેત્રી મારિના ગુલબાહરીએ બુસાન ઇન્ટરનેશનલ ફિલ્મમાં બળાપો કાઢ્યો

બુસાન તા. 3 ઓક્ટોબર 2015

અફઘાનિસ્તાનની જાણીતી અભિનેત્રી મારિના ગુલબાહરીએ એક પત્રકારને આપેલા ઇન્ટરવ્યૂમાં પોતાના વિશે ઘણા બધા ખુલાસા કર્યા છે. તેણે કહ્યું કે તાલિબાને તેને કામ બંધ ન કરવા પર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મારિના 20માં બુસાન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લઇ રહીં છે. ત્યાં તેણે એક ઇન્ટરવ્યૂવમાં આ વાત જણાવી હતી.

તેણે જણાવ્યું કે તાલિબાનના નીયમ પુરા થઇ જવા પર મહિલાઓને હવે કામ કરવાની તક મળી રહીં છે. છોકરીઓ ફરીથી શાળાએ જઇ રહીં છે. આ ઉપરાંત તે કામકાજ પણ કરી રહીં છે અને સંસદમાં પણ ભાગ લઇ રહીં છે.

મારિનાએ કહ્યું કે 23 વર્ષની ઉમરમાં એક અફઘાન યુવતિનું એશિયાના સૌથી મોટા ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર ચાલવું બહુ મોટી વાત છે. પોતાના એક્ટિંગ કરિયર અંગે વાત કરતા મારિનાએ કહ્યું કે,’તેણે ક્યારે વિચાર્યું ન હતું કે તે ક્યારેય પણ અભિનેત્રી બનશે.’ મારિનાને અભિનેત્રી બનવા પર કેટલીયવાર જાનથી મારી નાખવાની ધમકી મળી હતી.

ઉલ્લેખનીય છે કે મારિના ખુબ જ ગરિબ પરિવારમાંથી આવે છે. તેના સાત ભાઇ-બહેન છે. મારિના અભિનેત્રી બની તે પહેલા મેગેઝિન વેંચવાનું કામ કરતી હતી ત્યારે તેની મુલાકાત ફિલ્મ ઓસામાના ડાયરેક્ટર સાદિક બારમાર્ક સાથે થઇ અને તેમણે તેને ફિલ્મમાં રોલ આપ્યો. ફિલ્મમાં મારિનાએ એક એવી યુવતિનું પાત્ર ભજવ્યું છે જે પોતાના પરિવારની રક્ષા માટે છોકરો બનીને રહે છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

63 + = 68

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud