મોદીજીના ‘ખોખલા’ વચનો પર વિશ્વાસ કરી શકાય નહીં: સોનિયા ગાંધી

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

1443873608_cannot trust on pm modi false promises say sonia gandhi in bhagalpur rally– ગણ્યાગાઠ્યા ઉદ્યોગપતિઓને છોડી બાકી બધા પરેશાન

– મોદીજીને મોટા લોકોને ગળે લગાવવાનો શૌખ બની ગયો

ભાગલપુર તા. 3 ઓક્ટોબર 2015

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ભાગલપુર રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા કહ્યું કે મોદીના શાનસનકાળમાં કેટલાક ઉદ્યોગપતિને છોડીને દરેક લોકો હેરાન છે. સોનિયા ગાંધીએ આરોપ લગાવ્યો કે મોદી માત્ર ખાલી વચનો આપે છે. તેમના 17 મહિનાના શાસનકાળમાં કંઇ પણ બદલાયું નથી.

તેમણે બિહારમાં આપવામાં આવેલા સ્પેશિયલ પેકેજ ને ફ્રોડ ઠેરાવી દીધું. તેમણે કહ્યું કે સ્પેશિયલ પેકેજ આપવાની મોદીની રીતથી પ્રદેશના લોકોને નીચા બતાવ્યા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે PM મોદી બિન-બીજેપી શાસિત રાજ્યોની સાથે ભેદભાવ કરે છે.

સોનિયાએ કહ્યું કે વડાપ્રધાન આરક્ષણના મુદ્દે RSSના નિવેદન પર લોકોને છોતરી રહ્યાં છે. તેમણે કહ્યું કે,’આ દિલ્હી અને બિહારની વચ્ચે મેચ ફિક્સિંગ છે.’ તેમણે કહ્યું કે કોંગ્રેસ આરક્ષણની બંધારણીય જોગવાઈઓ સાથે અડિગ છે.

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મોદીના વિદેશ પ્રવસા પર સવાલ ઉઠાવતા કહ્યું કે,’મોદી દેશમાં ઓછા અને વિદેશમાં વધારે રહે છે. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે મોદીજીને મોટા લોકોને ગળે લગાવવાનો શૌખ બની ગયો છે. આ ગળે લગાવવાનું નકલી છે. મોદીને આમ જનતાને પણ ગળે લગાવવા જોઇએ.

તો બીજી તરફ મુખ્યમંત્રી નીતીશ કુમારના વખાણ કરતા કહ્યું કે સોનિયા ગાંધીએ કહ્યું કે તેમની છબી સારા મુખ્યમંત્રીની છે. તેમણે 10 વર્ષમાં સારા કામ કર્યાં છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

6 + 1 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud