કાંકરીયા પાસેના ખોખરા બ્રિજ પરની ફૂટપાથ તુટી પડતા એકને ઇજા

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

1443862862_One injured due to falling Khokhra Bridge footpath near Kankaria 1 1443862974_One injured due to falling Khokhra Bridge footh path near Kankaria 2– 150 ફૂટની ફૂટપાથ રેલ્વે ટ્રેક પર પડતા રેલ વ્યવહાર ખોરવાયો

– રેલ્વે પરથી પસાર થતા તમામ બ્રિજનું સ્ટેબિલિટી સર્ટિફિકેટ મેળવવામાં આવશે

અમદાવાદ તા. 3 ઓક્ટોબોર 2015

કાંકરીયા પાસે આવેલ ખોખરા બ્રિજ પરની ફૂટપાથ આજે સવારે 10:5 વાગ્યે તુટી પડતા ચકચાર મચી ગઇ હતી. જેમાં કાટમાળ નીચે દબાતા એક વ્યક્તિને ઇજા પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બીજી તરફ આ બનાવને પગલે રેલ વ્યવહાર અને વાહન વ્યવહાર ખોરવાઇ ગયો હતો.

બનાવની વિગત મુજબ આજે સવારે પીકઅવર્સ દરમિયાન જ ખોખરા બ્રિજ પરનો દોઢસો ફૂટ લાંબો ફૂટપાથ એકાએક તુટી પડ્યો હતો. જેમાં એક વ્યક્તિ ઘાયલ થતા સારવાર અર્થે ફાયરબ્રિગેડ આવે તે પહેલા સ્થાનિક લોકો તેને હોસ્પિટલ લઇ ગયા હતા. આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર કર્મચારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.

ઘટના સ્થળે પહોંચેલા ફાયરબ્રિગેડના ડિવિઝનલ ફાયર ઓફિસર એ.એન.ખડિયાના જણાવ્યા મુજબ ખોખરા બ્રિજનો અંદાજે દોઢસૌ ફૂટ લાંબો ફૂટપાથનો ભાગ અચાનક તુટી પડ્યો હતો જેના કારણે વાહન વ્યવહાર ઠપ થઇ ગયો હતો ઉપરાંત તુટી પડેલા ફૂટપાથનો કાટમાળ નીચેથી પસાર થઇ રહેલી રેલ્વે ટ્રેક પર પડતા રેલવે વ્યવહાર અટકાવી દેવામાં આવ્યો હતો. સદ્દનસીબે રેલ્વે ટ્રેક પરથી કોઇ ટ્રેન પસાર થતી ન હોવાથી મોટી જાનહાની થતા અટકી ગઇ હતી.ઉલ્લેખનીય છે કે અમદાવદ શહેરમાં અંદાજીત 15 જેટલા બ્રિજ રેલ્વેના પાટા પરથી પસાર થાય છે. આ બ્રિજનું બાંધકામની જવાબદારી રેલ્વની હોય છે જેમાંથી અમુક ખર્ચ શહેર કોર્પોરેશ અને બાકીનો ખર્ચ રેલ્વે ઉઠાવતી હોય છે. ઘટનાને પગલે તાત્કાલીક ઘોરણે રેલ્વે પરથી પસાર થતા તમામ બ્રિજનું સ્ટેબિલિટી સર્ટિફીકેટ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને ત્યાર બાદ તંત્ર યોગ્ય પગલા લેશે.

શહેર કોર્પોરેશને હજુ થોડા દિવસો પૂર્વે જ સાબરમતી નદી પરથી પસાર થતા તમામ બ્રિજનું રૂપિયા અઢી કરોડના ખર્ચે સમારકામ કરાવ્યું હતું.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

5 + 3 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud