માંડવીની ગરબીઓમાં વિધર્મીઓને પ્રવેશવા ઉપર મનાઈ ફરમાવાઈ

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

1443856738_sprinkle gomutra then come into the garba program– હિન્દુઓ પણ કપાળે તિલક અને ગૌમુત્રનો છટકાવ કરીને ગરબીમાં પ્રવેશ કરવો

– ગરબા રમતી કન્યાઓના ફોટો-વિડિયોગ્રાફી કરતા યૂવકને મેથી પાક ચખાડી પોલીસને સોંપશે

ભુજ તા. 3 ઓક્ટોબર 2015

આસો નવરાત્રિ નજીક આવી રહી છે ત્યારે માંડવીમાં સનાતન હિન્દુ સમાજની બેઠકમાં નિર્ણય લેવાયો છે કે, માંડવીની 20 જેટલી નાની-મોટી ગરબીઓમાં વિધર્મીઓને પ્રવેશ આપવો નહીં. એટલું જ નહીં હિન્દુએ પણ પ્રવેશ કરતા પહેલાં કપાળમાં લાલ તિલક અને ગૌમુત્રનો છંટકાવ કરવો, ગરબાની ક્લીપ કે ફોટા ઉપર મનાઈ ફરમાવાઈ છે.

માંડવીમાં હિન્દુ યુવા સંગઠનના નેજા હેઠળ ગરબી મંડળના પ્રતિનિધિઓ અને આગેવાનોની સંયુક્ત બેઠક મળી હતી જેમાં સંસૃથાના પ્રમુખ રઘુવીરસિંહ જાડેજાએ નવરાત્રિના પર્વની પવિત્રતા જાળવવા અને વિધર્મીઓને તેમાં પ્રવેશતા રોકવા માટે કેટલાક નિર્ણયો લીધા.

જેમાં ખાસ તો નવરાત્રિ દરમિયાન વિધર્મીઓને ગરબીના મંડપમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ, મંડપમાં આવનાર હિન્દુઓએ પણ કપાળે કંકુનો તિલક કરવુ અને ગૌમુત્રનો પણ અભિષેક કરવો, નવરાત્રિ દરમિયાન વ્યવસૃથાની માંગ સાથે સંયુક્ત સહીઓ કરી પોલીસને આવેદનપત્ર પાઠવવાનો પણ નિર્ણય લેવાયો હતો.

નવરાત્રિ અંતર્ગત ગરબે રમતી કન્યાઓના ફોટા પાડવા નહીં, ક્લીપ ઉતારવી નહીં તેમ છતાં આવી હરકત કરતા કોઈ પકડાશે તો સમિતિના યુવાનો પહેલાં તેમને મેથી પાક ચખાડી પછી પોલીસને સોંપશે તેવો પણ નિર્ણય કરાયો હતો. હિન્દુ સમાજના આગેવાનો, કાર્યકરો સંયુક્ત 300 જેટલી સંખ્યા બેઠકમાં જોવા મળી હતી.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

63 + = 72

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud