બે-પાંચ પોલીસકર્મીને મારી નાંખ, બાકી પાટીદારો મરે નહીં કોઈ દિવસ : હાર્દિક પટેલ

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

News26_20151003183320147પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલે શનિવારે સુરતમાં એક વિસ્ફોટક નિવેદન આપ્યું હતું. જેનાથી પાટીદાર યુવાનોમાં એક નકારાત્મક મેસેજ ફરતો થઈ શકે છે. સુરતમાં પાટીદાર અનામતને કારણે વિપુલ દેસાઇ નામના એક યુવાને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જેની મુલાકાત કરવા માટે પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક વિપુલના ઘરે મુલાકાત કરવા પહોંચ્યો હતો. હાર્દિકે વિપુલને એવી સલાહ આપી હતી કે “જો તારામાં આટલી બધી હોય તો બે-પાંચ પોલીસકર્મીને મારી નાંખ, બાકી પાટીદારો મરે નહીં કોઈ દિવસ” 

પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલે સુરતમાં જે પ્રકારે વિસ્ફોટક નિવેદન આપ્યું હતું જેને લઇને યુવાનોમાં એક નકારાત્મક મેસેજ ગયો હતો. એક યુવાનનો જીવ બચાવા માટે પહોંચેલા હાર્દિકે ગુજરાત પોલીસને મારી નાંખવાની સલાહ આપી છે. આ સિવાય તેણે એવું પણ કહ્યું કે હું કાયદાકીય કાર્યવાહી માટે સજ્જ છું અને જો સરકાર અમને પજવશે તો અમે તેમને વળતો જવાબ આપીશું.

જ્યારે આ પ્રકારના વિસ્ફોટક નિવેદનને લઇને હાર્દિક પટેલને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે હું આવું કંઇ પણ બોલ્યો નથી. અને જો મારી ભૂલ હોય તો હું કાયદાકીય કાર્યવાહી માટે તૈયાર છું. અમારી માતા-દીકરીઓને માર મારવામાં આવ્યો છે એટલે અમે તેનો વળતો પ્રહાર કરીશું.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

+ 48 = 52

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud