ઇરાકમાં સીરિયલ બ્લાસ્ટ: 60થી વધુના મોત, 80 જેટલા ઘાયલ

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

1444111277_Car bombings in Iraq claim more than 60 lives– સુન્નીઓના આતંકવાદી સંગઠન ISISએ શિયા મુસ્લિમોને ટાર્ગેટ બનાવી બ્લાસ્ટ કર્યો

બગદાદ તા. 6 ઓક્ટોબર 2015

ઇરાકમાં શ્રેણીબદ્ધ થયેલા  બોમ્બ બ્લાસ્ટમાં 60થી વધુ લોકોના મોત નીપજ્યાં છે જ્યારે 80 જેટલા લોકો ઘાયલ થયા છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે દિયાલામાં આવેલા શિયા બહુમતીવાળા વિસ્તાર ખાલિસમાં એક કારમાં બ્લાસ્ટ થયો જ્યાં 45 લોકોના મોત થયા અને 70 લોકો ઘાયલ થયા.

આ વિસ્તાર છેલ્લા કેટલાય મહિનાથી સુન્નીઓના કટ્ટર આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ(આઇએસ)ના કબ્જામાં છે. તેમણે કહ્યું કે બીજો બ્લાસ્ટ બસરાથી નજીક લગભગ 50 કિલોમીટર દૂર જુબેર કસ્બામાં થયો જ્યાં 10 લોકોના મોત નીપજ્યાં. ત્રીજા બ્લાસ્ટમાં 8 લોકો માર્યા ગયા.

પોલીસે કહ્યું કે રાજધાની બગદાદમાં પણ એક કારમાં બ્લાસ્ટ થયો જેમાં 14 લોકોના મોત થયા અને અન્ય 25 જેટલા લોકો ઘાયલ થયા છે. આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટએ બસા બ્લાસ્ટની જવાબદારી લીધી છે. આઇએસના આતંકવાદીઓએ કેટલીયવાર શિયા વિસ્તારો અને સરકારી બિલ્ડિંગને ટાર્ગેટ બનાવી છે. કટ્ટરપંથીઓ શિયાઓને કાફિર સમજે છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

9 + 1 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud