અમેરિકામાં ભારતીય મૂળના દંપતીનું ન્યુયોર્ક યુનિ.ને ૧૦ કરોડ ડોલરનું દાન

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

1444081024_dollar-dan– દાનથી ન્યુયોર્ક યુનિવર્સિટીમાં શિક્ષણનો વ્યાપ વધશે

– એન્જિનિયરિંગ સ્કૂલનું નામ તેમના નામ ઉપરથી રખાશે

ન્યુયોર્ક, તા. ૫

અમેરિકામાં વસતા મૂળ ભારતીયોએ કરેલી સૌથી મોટી સખાવતમાં ભારતીય દંપતી ચંદ્રિકા અને રંજન ટન્ડને ન્યુયોર્ક યુનિવર્સિટી એન્જિનિયરિંગ શાખા માટે ૧૦ કરોડ ડોલરનું દાન કર્યું હતું. આ એન્જિનિયરિંગ સ્કૂલનું નામ તેમના નામ ઉપરથી રાખવામાં આવશે.

ટન્ડન દંપતીના દાનથી યુનિવર્સિટીની એન્જિનિયરિંગ શાખામાં શૈક્ષણિક પ્રોગ્રામ તેમજ એન્જિનિયરિંગ ક્ષેત્રોના સંશોધનો અને શિક્ષણને વધુ વેગ મળશે તેમ સ્કૂૂુલના પ્રવકતાએ જણાવ્યું હતું. આ સ્કૂલનું નામ એનવાયયુ ટન્ડન સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ રહેશે.

ચંદ્રિકા ટન્ડન ન્યુયોર્ક યુનિવર્સિટીની બિઝનેસ સ્કૂલના બોર્ડ ઓફ ઓવરસીઝના સભ્ય છે અને બોર્ડ ઓફ ટ્રસ્ટીના સભ્ય છે. જ્યારે રંજન ટન્ડન હાવર્ડ બિઝનેસ સ્કૂલના ગ્રેજ્યુએટ છે તેમજ લિબ્રા એડવાઇઝર્સના સ્થાપક છે. ટન્ડને કરેલું આ દાન ભારતીય સમુદાયમાંથી મળેલું સૌથી મોટું દાન મનાય છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

69 − 60 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud