બે મંત્રીઓની લડાઈમાં ગુજરાતને થયું જબરદસ્ત મોટુ નુક્સાન, વાંચવા કરો ક્લિક

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

News10_20151008093835298ગુજરાત રાજ્યને ઓલ ઇન્ડિયા મેડિકલ સાયન્સ (એઇમ્સ) આગામી વર્ષ સુધી નહીં ફાળવાય તેવા સંકેતો મળ્યાં છે. બુધવારે કેન્દ્રિય કેબિનેટે પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળ ૩ એઇમ્સની સ્થાપના માટે કરેલી જાહેરાતમાં ગુજરાતનો છેદ ઊડી ગયો છે. ગુજરાતના જ ભાજપના નેતાઓ વચ્ચે વડોદરા અને રાજકોટમાં એઇમ્સની સ્થાપના માટે થયેલી ભારે ખેંચતાણનું પરિણામ એ આવ્યું છે કે, કેન્દ્ર સરકારે ગુજરાતમાં એઇમ્સ અંગે કોઇ જ નિર્ણય ન લઇને હવે મહારાષ્ટ્ર, પ.બંગાળ અને આંધ્રપ્રદેશમાં એઇમ્સ સ્થાપવા માટે લીલીઝંડી આપી દીધી છે. આજે કેન્દ્રિય કેબિનેટની બેઠકમાં મહારાષ્ટ્રના નાગપુર, આંધ્રપ્રદેશના મંગલગિરી અને પં.બંગાળના કલ્યાણી ખાતે ૩ નવી એઇમ્સ માટે રૂ.૪૯૪૯ કરોડના બજેટને મંજૂરી આપી દીધી છે.

 કેન્દ્રિય કેબિનેટે મહારાષ્ટ્ર, આંધ્ર અને પ.બંગાળમાં એઇમ્સની જાહેરાત કરી

૯૬૦ બેડની અદ્યતન હોસ્પિટલ સાથે મેડિકલ કોલેજ, રિસર્ચ ઇન્સ્ટિટયૂૂટ અને હોસ્ટેલ, રેસિડેન્સલ સુવિધા હવે ગુજરાતને ઓછામાં ઓછા એકથી દોઢ વર્ષ સુધી તો નહીં મળે તેમ પણ મેડિકલક્ષેત્રના સૂત્રોએ જણાવ્યું હતું.

વડોદરામાં પાદરા તાલુકાના ચોકારી ખાતે એઇમ્સ માટેની જોરદાર માગણી રાજ્ય સરકારમાં નાણાંમંત્રી સૌરભ પટેલે કરી હતી. બીજી તરફ રાજકોટમાં એઇમ્સની માગણી કેન્દ્રયમંત્રી મોહન કુંડારિયાએ કરી હતી. રાજ્યના આરોગ્યમંત્રી નિતીન પટેલ સમક્ષ આ રજૂઆત થઇ હતર, જેનાં પગલે આરોગ્ય વિભાગે એઇમ્સની ટીમને રાજકોટ અને વડોદરા એમ બંને સ્થળની છેલ્લામાં છેલ્લી માહિતી આપી હતી. કેન્દ્રિય ટીમે જે સ્થાનો પર એઇમ્સ સ્થાપવા માટે સરકાર જમીન આપવાની હતી તેની પણ મુલાકાત લીધી હતી.

ગત જાન્યુઆરીમાં કેન્દ્રિય ટીમે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચોકારી ખાતે આવેલી ૨૦૦ એકર જમીનનું ઇન્સ્પેકશન કર્યું હતું. આવી જ રીતે રાજકોટના જામનગર રોડ ખાતેની જમીનનું પણ ઇન્સ્પેકશન કર્યું હતું. કેન્દ્રિય ટીમે બંને સ્થળોની મુલાકાત દરમિયાન રેલવે અને નેશનલ હાઇવેથી અંતર, આ વિસ્તારમાં આવેલી મેડિકલ કોલેજો અને હોસ્પિટલોની સુવિધા, નવાં સ્થળનો કેટલી વસતીને લાભ મળી શકે, અલ્ટ્રામોડર્ન મેડિકલ અને રિસર્ચ ઇન્સ્ટિટયૂટ ઊભી કરવા માટે
 જરૂરી સમય કેટલો લાગે તે સહિતનાં મુદ્દા હતાં.

આ ઉપરાંત વીજપૂરવઠો, સંદેશાવ્યવહાર સહિતના મુદ્દા પણ આવરી લેવામાં આવ્યાં હતા.૨૦૧૪માં કેન્દ્રિય સરકારે નવી એઇમ્સ માટે રૂ.૫૦ કરોડની ફાળવણી બજેટમાં કરી હતી.

વડોદરામાં એઇમ્સ માટે સાંસદોએ આવેદન પણ આપ્યું હતું

વડોદરામાં એઇમ્સ માટે મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભાજપના સાંસદોએ કેન્દ્ર સરકારને આવેદન પણ આપ્યું હતું. બીજી તરફ સૌરાષ્ટ્રમાં એઇમ્સ માટે સ્થાનિક નેતાઓ અને નાગરિકોએ પણ રજૂઆત કરી હતી. વડોદરામાં એઇમ્સ માટે નવી દિલ્હીમાં પણ કેન્દ્રિય આરોગ્યમંત્રી સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

6 + 1 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud