ત્રણ વર્ષની ઉંમરે શ્રોતાઓને ડોલાવતો ડિસ્ક જોકી ટેણિયો

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

1444246948_i2લંડન, તા.૭
કેટલાક બાળકો ખૂબજ નાની ઉંમરથી ગાતા કે સંગીત વગાડતા શીખી જાય છે. એને આપણે કુદરતી બક્ષિસ પણ કહીએ છીએ. કિંતુ સાઉથ આફ્રિકાના ગોટ ટેલેન્ટ શોમાં માત્ર ત્રણ વર્ષના બાળકે ડીજે તરીકે ઓડીશન આપ્યું હતું. તેનું પર્ફોર્મન્સ સાંભળીને બધા જ દંગ થઈ ગયા હતા અને નિર્ણાયકોએ ગોલ્ડન બઝર દબાવી તેને સેમિફાઈનલમાં એન્ટ્રી આપી દીધી હતી.
ડીજે આર્ક જુનિયર ફક્ત એક જ વર્ષનો હતો ત્યારે તેને ડી જીંગ નામની એપ્લિકેશનનો પરિચય કરાવવામાં આવતા તેને ડીજે મ્યુઝિકમાં ખૂબ જ રસ પડયો હતો. ધીમે-ધીમે તે પોતે ડીજે પર મિક્સિંગ કરતા શીખી ગયો હતો. તાજેતરમાં સાઉથ આફ્રિકામાં ત્રણ વર્ષના આ ટેણિયાને રજૂ કરવામાં આવતા પહેલા તો કોઈને વિશ્વાસ નહોતો આવ્યો કે આટલું નાનું બાળક મ્યુઝિક આપી શકે. તેણે મ્યુઝિક પીરસવાનું ચાલુ કરતા શ્રોતાઓ હર્ષની ચિચીયારીઓ સાથે નાચવા માંડયા હતા. નિર્ણાયકો પણ ચકિત થઈ ગયા હતા. તેનું પર્ફોર્મન્સ પૂરું થયા બાદ જજોએ સ્ટેન્ડીંગ ઓવેશન આપ્યું હતું અને શ્રોતાઓએ ખૂબ જ તાળીઓ પાડી હતી. નિર્ણાયકોએ ગોલ્ડન બઝર દબાવી તેને સેમિફાઈનલમાં પહોંચાડી દીધો હતો. આવો સાંભળીએ તેનું પર્ફોર્મન્સ… તે આફ્રિકાનો સૌથી નાની વયનો ઔડીજે છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

− 2 = 1

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud