BMW, ઔડી અને લેન્ડ રોવરના સમયમાં માણસની જિંદગીની કોઈને પરવા નથી

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

1444350426_high-courtહિટ એન્ડ રનના કેસમાં આરોપીની અરજીને ફગાવતા હાઈકોર્ટનું અવલોકન

હીટ એન્ડ રનના કેસમાં સખ્ત કેદની સજા થતી નથી

તેના કારણે જ વાહનો ચાલકો બેદરકારીથી ચલાવે છે
અમદાવાદ, ગુરૃવાર
લકઝુરીયસ કાર રસ્તાઓ પર બેફામ ચલાવીને સામાન્ય માણસોની જિંદગી સાથે ખિલવાડ કરતાં નબીરાઓની આંકરા શબ્દોમાં ઝાટકણી કાઢતા ગુજરાત હાઈકોર્ટે કહ્યું હતું કે બીએમડબલ્યુ, ઔડી અને લેન્ડ રોવર જેવી કારના સમયમાં અકસ્માતો એ સામાન્ય બની ગયા છે અને માણસની જિંદગીની કોઈ કિંમત રહી નથી. આંબાવાડી વિસ્તારમાં અકસ્માતમાં બે વર્ષના બાળકનું મૃત્યું થયું હતું તેમાં હીટ એન્ડ રન કેસના આરોપી અલ્કા શાહ સામેની એફઆઈઆર રદ બાતલ ઠેરવવાની પિટિશન હાઈકોર્ટે આ અવલોકનો સાથે ફગાવી દીધી હતી.
જસ્ટિસ જે.બી. પારડીવાલાએ નોંધ્યું હતું કે આવા હીટ એન્ડ રન કેસમાં ટ્રાયલ ઝડપથી ચાલવી જોઈએ. આવા કિસ્સામાં એફઆઈઆર રદ કરવાથી સમાજમાં ખોટો સંદેશો જશે. આ કિસ્સાઓ આંધળુકીયા અને બેદરકારીભર્યા ડ્રાઈવીંગના છે. આ કેસમાં પિટિશનર શાહ પર આરોપ હતો કે ૩૦મી જુનના રોજ આંબાવાડી પાસેના એક રહેણાંક વિસ્તારમાં તેમની એસયુવી કારની ટક્કરથી એક બાળકનું મૃત્યું થયું અને તેઓ આ જગ્યા છોડીને પલાયન થઈ ગયા હતાં. પિટિશનરે પોતાની સામેના આરોપોને રદબાતલ ઠેરવવાની વિનંતિ સાથે બાળકના પરિવારને દાન આપવાની પણ તૈયારી બતાવી હતી. જો કે કોર્ટે તેમની તમામ દલીલોને ફગાવીને ઠેરવ્યું હતું કે બેદરકારી પૂર્વકના ડ્રાઈવીંગના કેસોમાં કડકાઈથી કામ લેવાવું જોઈએ અને આવા કેસોના નિકાલમાં પ્રાથમિકતા આપવી જોઈએ.કોર્ટે કહ્યું હતું કે આવા કેસોમાં યોગ્ય સજા આપવામાં આવતી નથી ‘એવો એક કેસ બતાવે જેમાં સખ્ત સજા કરવામાં આવી હોય, જેના કારણે જ લોકો રસ્તા પર બેદરકારીથી વાહનો ચલાવે છે અને માણસોની જિંદગીની પરવા કરતા નથી.’બાળકના પરિવાર અને આરોપી વચ્ચે સમાધાનની વાત કોર્ટ સમક્ષ મુકવામાં આવી તેનાથી નારાજ થઈને જસ્ટિસ પારડીવાલાએ કહ્યું હતું કે આ માટે બાળકનો પરિવાર તૈયાર થયો તે વાતથી હું દુઃખી છું. અકસ્માતમાં કોઈનો ઈરાદો નથી પરંતુ તેના કૃત્યથી કોઈ ચગદાઈને મૃત્યુ પામ્યુ છે. કોર્ટે કહ્યું હતુ ંકે કાર મશીન છે, જેટલું એકસીલેટર દબાવવામાં આવશે તેટલુ ઝડપથી તે ચાલશે. આ કેસમાં આરોપી અકસ્માતના છ દિવસ બાદ ઉંજાથી પકડાઈ હતી.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

58 + = 62

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud