પાટીદારોના તોફાન વખતના 3 કોડવર્ડનો રાઝ ખોલ્યો પોલીસે, તમે પણ જાણી લો એક ક્લિક પર

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.
News11_20151023204530470ક્રાઇમબ્રાંચે રાજદ્રોહના ગુનામાં પકડેલા ત્રણ આરોપી એવા દિનેશ, કેતન અને ચિરાગે મોબાઇલ ફોનથી કરેલી વાતચીતને ઇન્ટરસેપ્ટરમાં નાખી તપાસ કરતા અનેક ચોંકાવનારી માહિતીઓ બહાર આવી હતી. જેમાં આ લોકો ક્યાં શું કરવાના છે તે પહેલાના અને પછીના રિએક્શનની વાતો કરતા હતા. આટલું જ નહિ ત્રણેય આરોપીઓ અને હાર્દિક પટેલ કોડવર્ડમાં વાત કરતા હોવાની માહિતી ક્રાઇમબ્રાંચની તપાસમાં બહાર આવી છે. જેમાં તેઓ મંગળાઆરતી, શ્રદ્ધાંજલિ, ફુડ ડિસ્ટ્રીબ્યુટ જેવા કોડવર્ડનો ઉપયોગ કરતા હતા. આ સિવાયના અન્ય ત્રણ કોડવર્ડ પણ ક્રાઇમબ્રાંચની તપાસમાં બહાર આવ્યા છે. જો કે, હાર્દિક પટેલને લઈને પોલીસ અમદાવાદ આવે અને તેની પૂછપરછ કરે ત્યારપછી જ અન્ય ત્રણ કોડવર્ડના ભેદ ખૂલે તેવી શક્યતા રહી છે.
ક્રાઇમબ્રાંચના સૂત્રોના જણાવ્યા મુજબ પોલીસે જે વાતચીતો ઇન્ટરસેપ્ટરમાં મૂકીને તમામ કન્વરઝેશનનો ભેદ ઉકેલ્યો છે તેના પરથી પોલીસે કેટલાક કોડવર્ડનો પણ ભેદ ઉકેલ્યો છે. જેમાં મંગળાઆરતી, શ્રદ્ધાંજલિ, ફુડ ડિસ્ટ્રીબ્યુટ જેવા કોડવર્ડનો ઉપયોગ કરાતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ કોડવર્ડથી દિનેશ, કેતન અને ચિરાગ તથા હાર્દિક વાતચીત કરી તેમના કાવતરાને અંજામ આપતા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે જ્યારે આ કોડવર્ડના મતલબ ભેગા થઈ જાવ, બસો સળગાવી નાખો જેવા મતલબો નીકળતા હોવાનું પોલીસે જણાવ્યું છે.

કયા કોડવર્ડનો શું મતલબ?

  • મંગળા આરતી – વહેલી સવારે બસો સળગાવવી, જે ૨૬.૮.૨૦૧૫ના રોજ કરાયું હતું, ગુજરાતમાં અનેક બસો સળગાવાઈ હતી
  • શ્રદ્ધાંજલિ – શ્રદ્ધાંજલિનો મતલબ લોકો રોડ પર આવી જાય અને રસ્તા રોકી સળગેલા ટાયરોને ફેંકે
  • ફુડ ડિસ્ટ્રીબ્યુટ – કોઈ વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે લોકો જેમ એકઠા થાય તેમ લોકોએ ભેગા થવું
Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

35 − 27 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud