BJP ની હારથી શેરબજાર પણ નિરાશ, ઘટાડા સાથે ખુલ્યું બજાર

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

1447050533_Investors Gear Up for More Losses as BJP Loses Big in Bihar– સેન્સેક્સ 608 પોઈન્ટ ગબડીને 25,658 પોઇન્ટ પર ખુલ્યો, નિફ્ટી 7800ની નીચે

– બિહાર ચૂંટણીની અસર બજાર પર હજુ 1 થી 2 દિવસથી જોવા મળશે

અમદાવદ તા. 9 નવેમ્બર 2015

બિહારમાં એનડીએની હાર અને જેડીયુની જીતની અસર બજાર પર પણ જોવા મળી હતી. સોમવારના રોજ બજાર ઘટાડાની સાથે ખુલ્યું હતું. સેન્સેક્સ 26,000ની અંદર જ્યારે નિફ્ટી પણ 7800ની સપાટી નીચે ખુલી હતી. સોનાના ભાવ 304 રૂપિયા પ્રતિ ગ્રામ ઘટ્યો છે.

બજાર ખુલતા જ સેન્સેક્સ 608 અંકથી ઘટીને 25,657 પોઇન્ટ પર પહોંચી ગયો હતો. શેર બજારમાં ઘટાડાના કારણે રૂપિયામાં પણ 1 ટકાનો ઘટાડો નોંધાયો છે. ડોલરની સરખામણીએ 74 પૈસા ઘટીને રૂપિયો 66.50 પર પહોંચી ગયો છે. બજારના નિષ્ણાતો અનુસાર ઘટાડાનો આ દોર આવાનારા દિવસોમાં પણ જોવા મળશે. જ્યારે નિફ્ટીમાં 200 અંકોની કમજોરી જોવાને મળી છે.

બજારના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર બિહાર વિધાનસભા ચૂંટણીમાં બેજેપીની જીત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આર્થિક સુધાર યોજના માટે અગત્યનું માનવામાં આવી રહીં હતી. પરંતુ દિલ્હી બાદ સતત બીજા રાજ્યમાં હારથી તેની વિપરીત અસર પડશે. એટલા માટે રોકાણકારો નિરાશ થયા અને બજારમાં ઘટાડો જોવા મળ્યો.

આ લખાય છે ત્યારે સેન્સેક્સ 318 પોઇન્ટ ઘટીને 25,946.86 પર જ્યારે નિફ્ટી 95.90 પોઇન્ટ ઘટીને 7,858.40 પર કારોબાર કરી રહ્યું છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

88 + = 91

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud