ઇસ્લામિક સ્ટેટ સમગ્ર દુનિયા માટે પડકાર: રાજનાથ

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

1447764117_islamic state is a challenge to whole world rajnath singh– ISISનો સામનો કરવા વિશ્વના તમામ દેશોએ એકજુથ થવું પડશે

નવી દિલ્હી તા. 17 નવેમ્બર 2015

કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી રાજનાથ સિંહએ આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ(આઇએસ)ને દુનિયા માટે મોટો ખતરો જણાવતા દરેક દેશના તેનો સામનો કરવા એકજુથ થવા આહ્વાન કર્યું છે. પેરિસ પર આઇએસના આતંકવાદી હુમલા બાદ ભારત આ આતંકવાદી સંગઠનના સીરિયા સ્થિત ઠેકાણા પર ફ્રાન્સના હવાઇ હુમલાને ખુલીને સમર્થન કરતા કહ્યું કે તેઓ અભિયાનમાં ફ્રાન્સની દરેક પ્રકારની મદદ કરવા તૈયાર છે.

સિંહે મંગળવારના રોજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પર એશિયન દેશોના સમ્મેલનની બહાર પત્રકારોના સવાલોના જવાબમાં કહ્યું કે ઇસ્લામિક સ્ટેટ સમગ્ર વિશ્વ માટે પડકાર બની ગયો છે. તેનો સામનો કરવા માટે દુનિયાના તમામ દેશોએ સંપૂર્ણપણે એકજુથ થઇને લડવું પડશે. ભારત આતંકવાદથી લાંબા સયમથી પીડિત છે અને તે માનવતાને આ સમસ્યાથી છુટકારો અપાવવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે.

ઇસ્લામિક સ્ટેટના વધતા ભય બાદ ભારતે તેનો સામનો કરવા માટે પોતાની રણનીતિ પર ફરીથી વિચાર શરૂ કરી દીધો છે. ગૃહમંત્રાલયના સૂત્રોની માને કો આઇએસના ભયને જોતા ભારતનું સુરક્ષાતંત્રા પુરતુ નથી અને તેને વધારે આક્રમક અને ચુસ્ત બનાવવાની જરૂર છે. પેરિસ પર હુમલા બાદ ગૃહ મંત્રાલયએ તેનો સામનો કરવાની રણનીતિ પર નવેસરથી વિચાર શરૂ કરી દીધો છે. દેશમાં અસહિષ્ણુતા વધવાના આરોપ સંબંધિત સવાલ પર તેઓએ કહ્યું કે ભારત સહિષ્ણુ દેશ છે અને અહીં અસહિષ્ણુતા નથી.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

44 − = 43

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud