ISની વાતોમાં તમારાં બાળકો ન ભોળવાય તેની તકેદારી રાખો

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

1447747071_Muslim must stand against Islamic state Barack Obama– અમેરિકી પ્રમુખ ઓબામાની દુનિયાભરના મુસ્લિમોને હાકલ

– મુસ્લિમ સમુદાય તરફથી આતંકવાદનો જોઇએ તેટલો વિરોધ થઇ રહ્યો નથી

અંતાલ્યા તા. 17 નવેમ્બર 2015

અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ફ્રાન્સની રાજધાની પેરિસમાં આતંકવાદી હુમલા બાદ મુસ્લિમ સમુદાયને કહ્યું કે તેઓ પોતાના બાળકોને કટ્ટરપંથના સકંજામાં જતા અટકાવે. તુર્કીના અંતાલ્યામાં G-20 શિખર પરિષદને સંબોધતા ઓબામાએ કહ્યું,’મુસ્લિમોએ તે સુનિશ્ચિત કરવું જોઅએ કે તેમના બાળકો ઇસ્લામિક સ્ટેટના શિકાર ન બને. મુસ્લિમ સમુદાય તરફથી કટ્ટરતાનો જેટલો વિરોધ થવો જોઇએ તેટલો વિરોધ થઇ રહ્યો નથી.
 
તેઓએ આઇએસની સામે યુદ્ધને સીરિયા અને ઇરાકથી બહાર લઇ જવાની વાત કહેતા કહ્યું કે,’આતંકવાદી સંગઠનું દુનિયામાં કોઇ સુરક્ષિત ઠેકાણું રહેવા દેવું જોઇએ નહીં. આઇએસને નજરઅંદાજ કરવામાં આવી શકે નહીં. આઇએસની સામે 65 દેશો એકજુથ થયા છે. પેરિસ હુમલો અમને યાદ અપાવે છે કે આઇએસને સીરિયા કે ઇરાકમાં હરાવવા પુરતુ નથી. દુનિયાભરમાં આઇએસના સુરક્ષિત ઠેકાણાને નષ્ટ કરવા પડશે.

વળી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ફ્રાન્સવા ઓલાંદએ કહ્યું કે,’સીરિયામાં આઇએસની સામેના હુલાને તેજ કરી દેવામાં આવશે. આતંકવાદ સામે લડવા માટે ફ્રાન્સના બંધારણમાં ફેરફાર કરવામાં આવશે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદમિર પુતિનએ પેરિસ હુમલાને વખોડી કાઢી હતી અને કહ્યું કે આતંકવાદની સામે એક રહેવા કહ્યું છે. G-20 દેશોના નેતાઓએ કહ્યું આઇએસના વિદેશી આતંકવાદીઓ પર પ્રતિબંધ મુકવા માટે સરહદ પર નિયંત્રણ અને હવાઇ સુરક્ષાને ચુસ્ત કરવામાં આવે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

76 + = 82

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud