યૂરોપના વિતરકોમાં મૈં મૈં તૂ તૂ

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

1447743311_BAHIBALIબાહુબલિ ફિલ્મના રાઇટ્સ મેળવવા ખેંચતાણ

દરેકને સુપરહિટ ફિલ્મ દ્વારા કમાઇ લેવું છે

લોસ એંજલ્સ / મુંબઇ તા.૧૭

તાજેતરમાં એક કરતાં વધુ ભાષામાં રજૂ થયેલી અને કમાણીનો અભૂતપૂર્વ રેકોર્ડ કરનારી ફિલ્મ બાહુબલિના રાઇટ્સ મેળવવા યૂરોપના વિતરકોમાં મૈં મૈં તૂ તૂ થઇ રહ્યાના રિપોર્ટ પ્રગટ થયા હતા.

હોલિવૂડ રિપોર્ટરના એક અહેેવાલ મુજબ આ ભવ્ય ફિલ્મના રાઇટ્સ મેળવવા યૂરોપના દેશોના ટોચના દરેક વિતરકે હોડ લગાવી હતી અને એ બાબત ખેંચતાણ થઇ રહી હતી કે આ ફિલ્મના રાઇટ્સ કોણ મેળવે ?

સાઉથના ટોચના ફિલ્મ સર્જક એસ એસ રાજામૌલીની આ ફિલ્મના હિન્દી રૃપાંતરના રાઇટ્સ ટોચના ફિલ્મ સર્જક કરણ જોહરની કંપની ધર્મા પ્રોડક્શન્સ પાસે હતા.

આ ફિલ્મે સાઉથની લગભગ બધી ભાષામાં ધમધોકાર બિઝનેસ કર્યો હતો. હિન્દીમાં પણ આ ફિલ્મે ટિકિટબારી પર ટંકશાળ સર્જી હતી એમ કહીએ તો ચાલે. સલમાન ખાનની બજરંગી ભાઇજાન રજૂ થઇ એ સમયગાળામાં બાહુબલિએ આવકનો રેકોર્ડ કરતાં ઘણાને ચિંતા થઇ હતી કે કદાચ બજરંગી ભાઇજાન નબળી પડશે. જો કે એવું થયું નહોતું.

યૂરોપિયન વિતરક પિયરે એસોલિને મિડિયાને કહ્યું હતું કે આજ પહેલાં કદી કોઇ ભારતીય ફિલ્મ માટે આવી ખેંચતાણ થઇ નથી. આ પહેલીવાર આવું બની રહ્યું છે.

જો કે લેટિન અમેરિકા અને ચીનમાં આ ફિલ્મના  રાઇટ્સ અગાઉ વેચાઇ ચૂક્યા હતા.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

76 − = 74

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud