UPમાં પણ મોદીને માત આપવા માટે પ્રશાંત કિશોર અને કોંગ્રેસ મિલાવી શકે છે હાથ

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

News2_20151119103126304બિહારમાં નીતીશ કુમાર માટે પ્રચાર કરીની લાઇમલાઇટમાં આવેલા પ્રશાંત કિશોર હવે ઉત્તર પ્રદેશમાં પણ એન્ટ્રી કરી શકે છે અને એ પણ કોંગ્રેસના પ્રચાર માટે. એવું કહેવામાં આવે છે કે વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણી માટે પ્રશાંત કિશોરની વાતચીત કોંગ્રેસ સાથે ચાલી રહી છે. આ વાતની પુષ્ટિ કિશોરના ખાસ માણસો અને એક કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ કરી છે. થોડા દિવસો પહેલાં રાહુલ ગાંધી અને કિશોર સાથે મુલાકાત કરી હતી. વર્ષ 2019ની લોકસભાનું ચૂંટણીને લઇને ઘણી પાર્ટીઓ મોદીને હરાવવા માટે મેદાનમાં ઉતરવાની છે. 

પ્રશાંતે થોડા વર્ષ પહેલાં કોંગ્રેસની સાથે કામ કરી ચુક્યા છે. અમેઠીમાં રાહુલ ગાંધી માટે ચૂંટણી પ્રચાર કરી ચુક્યા છે. ગુજરાતમાં મોદીની સાથે કામ કરતા પહેલાં 2012માં તેઓ ખાસ પ્લાન લઇને કોંગ્રેસ પાસે ગયા હતા. ત્યારે રાહુલ ગાંધી અને સોનિયાએ કોઇ રસ દાખવ્યો નહોતો. 

હાલમાં પ્રશાંત માટે ઘણા ઓપ્શન્સ છે. બિહારની ચૂંટણીમાં મહાગઠબંધનની જીત પછી પ્રશાંત કિશોર હાલમાં પટનામાં છે. બે દિવસ પહેલાં છઠ પૂજા દરમિયાન પટનાના ગંગા ઘાટ પર નીતીશ કુમાર સાથે જોવા મડ્યા હતા. એવું પણ કહેવામાં આવે છે કે નિતિશ કુમાર પ્રશાંતને પોતાની સાથે રાખવા માંગે છે અને એની માટે પ્રશાંતને રાજ્યસભાની એક બેઠક પણ ઓફર કરી શકે છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

46 + = 53

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud