ઇસ્લામિક સ્ટેટે વ્હાઇટ હાઉસને ફૂંકી મારવાની ધમકી આપી

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

1448002863_new Islamic state video threatens attack on white house– વિડીયો બહાર પાડી બરાક ઓબામાને આપી ધમકી

– ફ્રાન્સમાં પણ હજુ વધુ આત્મઘાતી હુમલાની પણ ધમકી આપી

વોશિંગટન તા. 20 નવેમ્બર 2015

આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટએ હવે અમેરિકાના રાષ્ટ્રપતિ ભવન વ્હાઇટ હાઉસ પર હુમલો કરવાની ધમકી આપી છે. સાથે જ ફ્રાન્સની રાજધાની પેરિસમાં હજુ બીજા હુમલા કરવાની ધમકી પણ આપી છે. આઇએસએ ફરી એકવાર વિડીયો બહાર પાડી આ ધમકી આપી છે. આ વિડીયો છ મિનિટનો છે.

વોશિંગટન સ્થિત મધ્ય પૂર્વ મીડિયા સંશોધન સંસ્થા અનુસાર આઇએસનો ‘પેરિસ બિફોર રોમ’ નામથી આ વિડીયોને ઇરાકના દિજલાહ વિસ્તારમાં રેકોર્ડ કરવામાં આવ્યો છે. તેમાં એક આતંકવાદીને ફ્રાન્સના સ્મારકો અને વ્હાઇટ હાઉસ પર હુમલો કરવાની ધમકી આપતા જોવા મળે છે. આ આતંકવાદીઓએ પહેલા પણ બ્રિટન અને અમેરિકામાં હુમલો કરવાની ધમકી આપી હતી.

વિડીયોમાં આઇએસના આતંકવાદી કહે છે કે,’અમે તમારાથી શરૂઆત કરી અને અમે વ્હાઇટ હાઉસ પર હુમલાની સાથે તેનો અંત કરીશું. અમે વ્હાઇટ હાઉસને ઉડાવી દેશું, જે રીતે અમે અહીયા પ્રતિમાઓને ઉડાવી દીધી છે.’ વિડીયોમાં નજર આવતો બીજો આતંકવાદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ઓબામા અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ફ્રાન્સવા ઓલાંદને ધમકી આપતા કહ્યું,’અમે પોતાની આત્મઘાતી પેટિઓ અને કાર બોમ્બ વડે તમને ઉડાવી દેશું. તમે જ્યાં પણ જાશો, અમે તમારો પીછો કરીશું.’

આઇસએ આ પહેલા પણ એક વિડીયો બહાર પાડી ન્યૂયોર્ક શહેર પર હુમલો કરવાની ધમકી આપી હતી. આ વિડીયો બહાર પાડ્યાના એક દિવસ બાદ જ વ્હાઇટ હાઉસ પર ધમકીનો આ નવો વિડીયો સામે આવ્યો છે. એફબીઆઇના ડાયરેક્ટર જેમ્સ કોમે કહ્યું કે તેઓ અમેરિકામાં પેરિસમાં થયેલા હુમલાની ધમકી અંગે કંઇ જાણતા નથી અને પેરિસ હુમલાખોરો અને અમેરિકાની વચ્ચે કોઇ પણ પ્રકારના સંબંધ તરીકે પણ જોતા નથી.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

78 − = 74

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud