દેશની રાજધાની દિલ્હી ‘ગેસ ચેમ્બર’ બની ચૂક્યું છે

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

 1449216031_Image for the news result Living in Delhi is Like Living in a Gas Chamber High Courtહાઇકોર્ટે દિલ્હી સરકાર પર ફિટકાર વરસાવી

નવી દિલ્હી તા. 4 ડિસેમ્બર 2015

દિલ્હી હાઇકોર્ટે દેશની રાજધાનીમાં વાયુ પ્રદુષણના વધતા સ્તર પર ચિંતા વ્યક્ત કરતા દિલ્હી સરકારને લપડાક મારી છે. હાઇકોર્ટે સરકારને કહ્યું કે આપણે દિલ્હીમાં નહી ગેસ ચેમ્બરમાં રહીં રહ્યાં છીએ સાથે સાથે દિલ્હી સરકારને પ્રદુષણના વધતા સ્તરને પહોંચી વળવા યોજના રજુ કરવા કહ્યું છે.

મળતી માહિતી અનુસાર દિલ્હી હાઇકોર્ટે દેશની રાજધાનીમાં વધતુ જતુ વાયુ પ્રદુષને લઇને ચિંતા વ્યક્ત્ત કરતા દિલ્હી સરકારને કહ્યું કે,’દિલ્હીમાં પ્રદુષણ એટલી હદ સુધી ફેલાયું છે કે સમગ્ર દિલ્હી ગેસ ચેમ્બર જેવી બની ગઇ છે. કોર્ટે દિલ્હી સરકારને પ્રદુષણના વધતા સ્તરનો સમાનો કરવા માટે વિસ્તૃત કાર્ય યોજનાઓ રજુ કરવા આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે દિલ્હીમાં વાયુ પ્રદુષણના મુખ્ય બે કારણ ધૂળ અને વાહનોમાંથી નીકળથો ધુમાડો છે.

સમગ્ર દિલ્હીમાં પ્રદુષણ નિરંતર વધતો હોવાનો હવાલો આપતા તેના ખતરનાક સ્તર પર પહોંચવા દિલ્હી સરકારે તમામ ઔદ્યોગિક એકમો અને ડીડીઓને પત્ર લખીને કહ્યું છે કે તેઓ ખુલ્લમામા વેસ્ટ કચરાને સળગાવવા પર નજર રાખે. દિલ્હી પર્યાવરણ વિભાગે તમામ એમસીડીના કમિશનરો, એનડીએમસી, દિલ્હી કેન્ટોનમેન્ટ બોર્ડ અને ડીડીએ તથા અન્ય અલગ અલગ વિભાગોને પત્ર લખી આ વિષયમાં એનજીટીના આદેશનું ઉલ્લંઘન કરતા લોકોની સામે તાત્કાલિક પગલા લેવા કહ્યું છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

4 + 2 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud