નેશનલ હેરાલ્ડ કેસ: ગાંધી પરિવારને લાગ્યો ફટકો

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

1449491886_National Herald Case Sonia Gandhi Rahul Have To Appear Before Trial Courtહાઇ કોર્ટે સોનિયા-રાહુલની અરજી ફગાવી, કોર્ટમાં થવું પડશે હાજર

નવી દિલ્હી તા. 7 ડિસેમ્બર 2015

દિલ્હી હાઇ કોર્ટે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની તરફથી નેશનલ હેરાલ્ડ કેસમાં દાખલ કરેલી અરજીને ફગાવી દીધી છે. આ અરજીમાં તેમણે ટ્રાયલ કોર્ટ દ્વારા બહાર પાડવામાં આવેલા સમન્સને પડકારી હતી. કોર્ટના ચૂકાદા બાદ હવે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી બંનેને કોર્ટમાં હાજર થવું પડશે. રાહુલની અરજી પર ગત અઠવાડિયે હાઇકોર્ટે પોતાનો ચૂકાદો સુરક્ષિત રાખી લીધો હતો.

સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ પોતાની અરજીમાં કહ્યું હતું કે આ કેસમાં એક નીચલી કોર્ટના આદેશને પડકારતી તેમની અરજીનું ટ્રાન્સફર કોર્ટની પ્રક્રિયા અને કાર્યવાહીનું ઉલ્લંઘન છે.

ન્યાયમૂર્તિ ગૌડે અરજીને નિર્થક ઠેરાવી દીધી કારણકે કેસને હાઇ કોર્ટની નોંધણી દ્વારા તેમની સામે સૂચિત કરવામાં આવ્યા છે. ન્યાયમૂર્તિએ તે પણ કહ્યું કે તેમણે આ કેસમાંથી પોતાના હાથ પાછા ખેંચ્યા નહતા. તેમણે કહ્યું કે અરજી ફરીથી તેમની પાસે એટલા માટે આવી કારણકે કેસની આંશિક સુનાવણી તેમણે કરી હતી.

ઉલ્લેખનીય છે કે આ પહેલા ઓક્ટોબરમાં દિલ્હી હાઇકોર્ટે સોનિયા, રાહુલ અને પાર્ટીના કેટલાક અન્ય નેતાઓ તરફથી કરવામાં આવેલી તે અરજીને નિર્થક ઠેરાવી જેમાં આ આરોપ લગાવવામાં આવ્યો હતો કે નેશનલ હેરાલ્ડ કેસમાં તેમના દ્વારા દાખલ કરવામાં આવેલી ચેલેન્જની સાથે અલગ વર્તન કરવામાં આવ્યું.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

− 1 = 1

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud