ચેન્નાઇ: સગર્ભા મહિલાને બચાવવા સેનાએ મોકલ્યું હેલિકોપ્ટર

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

1449483690_Chennai Indian army sends helicopter to save pregnant lady– મહિલાએ હોસ્પિટલમાં ટ્વિન્સને જન્મ આપ્યો

ચેન્નાઇ તા. 7 ડિસેમ્બર 2015

પુર બાદ તામિલનાડુની રાજધાની ચેન્નાઇમાં બચાવ અને રાહત કામ ઝડપથી ચાલી રહ્યું છે. આ દરમિયાન એક ગર્ભવતી મહિલાને બચાવવા છતની પાસે હેલિકોપ્ટર સ્ટેન્ડ કરી હોસ્પિટલ લઇ જવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. મહિલા સેના પાસે મદદ માંગી હતી ત્યાર બાદ સેનાએ હેલિકોપ્ટર મોકલ્યું હતું. આ મહિલાએને તાત્કાલિક સારવાર મળી હતી અને તેને જોડિયા બાળકને જન્મ આપ્યો છે. હોસ્પિટલના ડોક્ટર અનુસાર માતા અને બાળક બન્ને સ્વસ્થ છે.

બીજી બાજુ તામિલનડુમાં ફરી એકવાર ભારે વરસાદની ચેતવણી બહાર પાડવામાં આવી છે. પૂરના કારણે ચેન્નાઈમાં તબાહી સર્જાઈ છે અને લોકો બેહાલ થઈ ગયા છે ત્યારે રાજકીય નેતાઓને પોતાનો લાભ જ દેખાય છે. તમિલાનાડુના મુખ્યપ્રધાન પૂર પ્રકોપમાં પણ પોતાને પ્રસિદ્ધિ મળે તેવા કાર્યોમાં વ્યસ્ત છે.

કુદરતી આપદામાં પણ જયલલિતા રાજકીય લાભ લેવામાં વ્યસ્ત

પૂર સામે જયલલિતા એક માતાની જેમ રક્ષણ આપી રહ્યા હોય તેવા પોસ્ટરો ચેન્નાઇમાં લગાવવામાં આવતા વિવાદ થયા પછી આજે તમિલાનાડુ સરકાર દ્વારા વહેંચવામાં આવેલી રાહત સામગ્રી પર જયલલિતાના ફોટા જોવા મળતા ફરીથી હોબાળો થયો હતો.

કોઇમ્બતૂરથી રાહત સામગ્રી લઇને આવતી ટ્રકોને શ્રીપેરામ્બદુર ખાતે રોકીને તેના પર બળજબરીપૂર્વક જયલલિતાના સ્ટીકર ચોટાડવામાં આવે છે. ભયંકતર પૂર પ્રકોપમાં લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન પોતાની પ્રસિદ્ધિમાં વ્યસ્ત હોવાથી લોકોની જયલલિતા સામે નારાજગી વધી છે.

ચેન્નાઈના પૂરગ્રસ્તોની બે મહિનાની EMI માફ કરાશે

જોકે પુરગ્રસ્ત ચેન્નાઈવાસીઓને મદદ કરવા માટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા આગળ આવી છે. બેંકે ચેન્નાઈના લોકોને બે મહિનાની ઈએમઆઈમાંથી રાહત આપવાનો નિર્ણય કર્યો છે.કાર લોન અને ઘર લોનના નવેમ્બર તેમજ ડીસેમ્બરના હપ્તા લેવામાં નહી આવે.

એટલુ જ નહી પણ પૂરથી નુકસાન થયેલા મકાનના સમારકામ માટેની લોન પર બેન્ક પ્રોસેસિંગ ફી નહી લે.સુવિધા પ્રમાણે લોન ચુકવવાની સગવડ સાથે સ્પેશ્યલ સોફ્ટ લોન પણ બેંક આપશે. લોકોના ઈન્સ્યોરન્સ ક્લેમ ફાઈલ થઈ શકે તેમાટે બેન્ક દ્વારા હેલ્પ ડેસ્ક પણ શરુ કરવામાં આવી છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

81 − = 78

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud