અમેરિકામાં મુસ્લિમોના પ્રવેશ પર સંપૂર્ણપણે પ્રતિબંધ હોવો જોઇએ

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

1449560905_Muslims should be completely banned in America Donald Trump– રાષ્ટ્રપતિ પદના રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પનો બફાટ

વોશિંગટન તા. 8 ડિસેમ્બર 2015

અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાની ધાર્મિક ભેદભાવ પુરો કરવાની અપીલના બીજા જ દિવસે રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ પદના પ્રમુખ ઉમેદવાર તરીકે ગણતરી થઇ રહેલા ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં મુસ્લિમોના પ્રવેશ પર સંપૂર્ણપણે પ્રતિબંધ કરવાની ભલામણ કરી વિવાદના મધપુડાને છંછેડી દીધો છે. સાથે જે પોતાના હરીફોને સોનેરી તક પણ આપી દીધી છે.

બનાવની વિગત અનુસાર ટ્રમ્પે એક નિવેદન બહાર પાડ્યું. તેમાં કહેવામાં આવ્યું કે અમેરિકામાં ત્યાં સુધી મુસ્લિમોના પ્રવેશ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મુકી દેવો જોઇએ જ્યાં સુધી દેશના પ્રતિનિધિને જાણવા ન મળે કે આખે અહ્યાં શું ચાલી રહ્યું છે. તેમને આ નિવેદન પ્યૂ રિસર્ચની રિપોર્ટના આધાર પર આપ્યું છે. જ્યારે ઓબામાએ સોમવારના રોજ જ રાષ્ટ્ર જોગ સંબોધનમાં મુસ્લિમોની સામે ભેદભાવ પુરો કરવાની અપીલ કરી હતી.

ટ્રમ્પના જ નિવેદનમાં પ્યૂ રિસર્ચની રિપોર્ટનો હવાલો આપવામાં આવ્યો છે. તેના અનુસાર પ્યૂને જાણવા મળ્યું કે મુસ્લિમ સમુદાયની મોટી વસ્તીના મોટા ભાગના લોકોમાં અમેરિકાના લોકો માટે નફત ભરેલી છે. 25 ટકા લોકોએ સ્વીકાર્યું કે અમેરિકામાં ત્યાં લોકોની સામે હિંસા ગ્લોબલ જેહાદનું પરિણામ છે. 51 ટકા લોકોનું કહેવું છે કે અમેરિકામાં મુસ્લિમોને શરિયાને માનવાની આઝાદી મળવી જોઇએ.

વિપક્ષી ડેમોક્રેટ પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદની ઉમેદવાર હિલેરી ક્લિન્ટને આ નિવદેન માટે ટ્રમ્પની નિંદા કરી છે. તેમણે ટ્રમ્પને પક્ષપાતગ્રસ્ત ઠેરાવતા તેમના નિવેદને હાસ્યાસ્પદ જણાવ્યું છે અને કહ્યું કે આવી રીતે તો આપણે વધારે અસુરક્ષિત થઈ જાઇ છીએ.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

45 + = 51

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud