સાસણમાં સિંહદર્શન માટેની તમામ પરમિટ હવે ઓનલાઈન બુક થશે

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

imagesઆગામી તા.૧૦ ડિસેમ્બરથી

૫૦ ટકા ઓનલાઈન અને ૫૦ ટકા રૃબરૃના બદલે ૧૦૦ ટકા ઓનલાઈન બુકીંગ થશે, પ્રવાસીઓને કતારોમાં ઉભા રહેવામાંથી મળશે મુક્તિ
જૂનાગઢ,તા.૭
સાસણમાં આગામી ૧૦મી ડિસેમ્બરથી સિંહ દર્શન માટેની તમામ પરમિટનું ઓનલાઈન બુકીંગ થશે. હાલ ૫૦ ટકા ઓનલાઈન અને ૫૦ ટકા રૃબરૃનાં બદલે ૧૦૦ ટકા ઓનલાઈન બુકીંગથી પ્રવાસીઓને કતારોમાં ઉભા રહેવામાંથી મુક્તિ મળશે.

એશીયાટીક સિંહના નિવાસ સ્થાન સાસણ ગીરનાં જંગલમાં સિંહદર્શન કરવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. હાલ રૃટીન દિવસોમાં ૯૦ પરમિટ આપવામાં આવે છે. જયારે તહેવારોના દિવસોમાં ૧૫૦ પરમિટ આપવામાં આવે છે. અત્યાર સુધી આ પરમિટ ૫૦ ટકા ઓનલાઈન તથા ૫૦ ટકા રૃબરૃ આપવામાં આવતી હતી. પરંતુ હવે આગામી ૧૦ ડિસે.થી તમામ પરમિટ ઓનલાઈન બુકીંગ થશે. ૫૦ ટકાના બદલે હવે ૧૦૦ ટકા પરમિટનું ઓનલાઈન બુકીંગ થનાર હોવાનું ડી.સી.એફ. ડો. સંદીપ કુમારે જણાવ્યું હતું. વધુમાં તેઓએ કહ્યું હતું કે, જે યાત્રિકોએ ઓનલાઈન બુકીંગ કરાવ્યું નહી હોય તેવા યાત્રિકો દેવડીયા પાર્કમાં સિંહદર્શન કરી શકશે.
૫૦ ટકાના બદલે ૧૦૦ ટકા પરમિટ ઓનલાઈન બુકીંગ થવાથી પ્રવાસીઓએ રૃબરૃ પરમિટ લેવા માટે કતારોમાં ઉભવામાંથી મુક્તિ મળશે.
કેવી રીતે થશે સિંહદર્શન માટેની ઓનલાઈન પરમિટનું બુકીંગ?
સાસણમાં સિંહ દર્શન માટે આવતા પ્રવાસીઓએ ઓનલાઈન બુકીંગ ુુુ.યાર્નિૈહ.ૈહ પર બુકીંગ કરાવવાનું રહેશે. જેમાં શનિ રવિના દિવસોમાં પરમિટનો ચાર્જ એક હજાર તથા સોમથી શુક્રવાર દરમ્યાન ૮૦૦ રૃપીયા રહેશે. જયારે વિદેશના લોકો માટે શનિ રવિ છે. હજાર તથા સોમથી શુક્રવાર દરમિયાન ૪૮૦૦ રૃપીયા રહેશે. આ પરમિટમાં છ વ્યક્તિને મંજૂરી મળશે. આ ઉપરાંત જીપ્સીના ૧૩૦૦ રૃપીયા તથા ગાઈડનાં ૨૫૦ રૃપીયા અલગ ચુકવવાના રહેશે. જયારે દેવળીયા પાર્કમાં શનિ રવિ દરમિયાન વ્યક્તિ દીઠ ૧૯૦ રૃપીયા તથા સોમથી શુક્રવાર દરમિયાન ૧૫૦ રૃપીયા રહેશે. ઓનલાઈન બુકીંગના પૈસા પ્રવાસીના ખાતામાંથી જ કપાઈ જશે.
પ્રવાસીઓએ અન્ય ખાનગી વેબસાઈટનાં બદલે વનવિભાગની વેબસાઈટ પર જ બુકીંગ કરાવવું જેથી પરમિટના કાળા બજાર કરનારાઓને તેનો મોકો ન મળે.

સફારી સિંહ દર્શન માટેનો સમય

સોમથી રવિ સવારે સાંજે
 ૬થી ૯ ૩થી ૬
૯થી ૧૨.

દેવળીયા પાર્કનો સમય

સવારે        સાંજે
સોમથી રવિ      ૮થી ૧૧      ૩થી૫  

 

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

− 3 = 1

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud