PM મોદીએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

1449646324_PM Modi wishes Sonia Gandhi on 69th birthday– સંસદીય બાબતોના પ્રધાન નાયડુએ પણ સોનિયા ગાંધીને જન્મદિવસના અભિનંદન પાઠવ્યા

નવી દિલ્હી તા. 9 ડિસેમ્બર 2015

સંસદમાં સરકાર અને વિપશ્રની વચ્ચે ચાલી રહેલા વિરોધની વચ્ચે કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીના 69માં જન્મદિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારના રોજ તેમની લાંબી ઉમર અને સારા સ્વાસ્થ્ય માટે શુભેચ્છા પાઠવી. પીએમ મોદીએ ટ્વીટ કરી તેમને જન્મ દિવસના અભિનંદન પાઠવ્યા હતા.

સંસદીય બાબતોના પ્રધાન વેંકૈયા નાયડુએ પણ કોંગ્રેસ અધ્યક્ષને ફોન કરી જન્મદિવસના અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી. નેશનલ હેરાલ્ડ કેસમાં સરકાર પર કોંગ્રેસે ઘણા આરોપ લગાવ્યા છે તેમ છતા નાયડૂ તરફથી કરવામાં આવેલી આ પહેલને નૈતિકતાની સાથે જ રાજકીય દ્રષ્ટિએ પણ અગત્યનું માનવામાં આવે છે.

ખરેખર જીએસટી બિલને પસાર કરવા માટે સરકારને કોંગ્રેસના ટેકાની જરૂર છે. મોદી સરકારે આ ખરડાને વર્તમાન સત્રમાં જ પાસ કરાવા માંગે છે, પરંતુ કોંગ્રેસના સમર્થન વગર જીએસટી બિલ પાસ થશે નહીં. વળી બીજી તરફ સંસદના બન્ને ગૃહમાં મંગળવારના રોજ કોંગ્રેસે નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ પર વેરઝેરનું રાજકારણ કરવાનો આરોપ લગાવતા ઉહાપો મચાવ્યો હતો.

સોનિયા ગાંધીના જન્મદિવસ પર વડાપ્રધાન અને સંસદીય કાર્યમંત્રી તરફથી પાઠવવામાં આવેલી શુભેચ્છા પાછળ અટવાઇ પડેલા જીએસટી બિલ પાસ કરવાની રાજકીય મહત્વકાંક્ષા પણ નજર આવી રહીં છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

− 6 = 2

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud