ઉદ્યોગો માટે જમીન વેચતા ખેડૂતને ખરીદનારા ઇક્વિટી આપી શકશે

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

1449609817_a10ગુજરાત સરકારનો મહત્ત્વનો ખેડૂતલક્ષી નિર્ણય

ઈન્ડસ્ટ્રીયલ પાર્કની જમીન ડેવલપ કરી અન્ય નાના-મધ્યમ કક્ષાનાં ઔદ્યોગિક યુનિટને વેચી શકાશે
અમદાવાદ, મંગળવાર
ગુજરાત સરકારે મહેસૂલી કાયદાઓમાં વિવિધ ખેડૂતલક્ષી સુધારાઓ કર્યા છે. તે અન્વયે ઉદ્યોગ હેતુ માટે ખાનગી જમીન ખરીદનારા દ્વારા જમીન વેચનાર ખેડૂતને ઇચ્છે તેટલી ઇકિવટી-ભાગ આપવાની જોગવાઈ કરાઈ છે. આવી જોગવાઈ કરનારું ગુજરાત પ્રથમ રાજ્ય હોવાનો દાવો સરકારે કર્યો છે.

મહેસૂલ વિભાગના અગ્રસચિવ કે. શ્રીનિવાસે આજે જણાવ્યું હતું કે ગણોત કાયદાઓની મુશ્કેલીઓના નિવારણ માટે મહત્વપૂર્ણ સુધારાઓ કરવામાં આવ્યા છે તેમાં ઇન્ડસ્ટ્રીયલ પાર્કની જમીન ડેવલપ કરી અન્ય નાના મધ્યમ કક્ષાના ઔદ્યોગિક એકમને વેચાણ કરી શકાશે, બિન કાયદેસર રીતે બિન ખેડૂત દ્વારા જમીન ખરીદીને બનેલા ખેડૂતોને જંત્રીનો ત્રણ ગણો દંડ ભરવો પડશે જેવી બે મહત્વની બાબતોનો પણ સમાવેશ થાય છે. આ બધી જોગવાઇ ખાનગી જમીનોના કિસ્સામાં જ લાગુ પડશે.
તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં મોટા પ્રમાણમાં ઉદ્યોગો આવી રહ્યા છે. ઉદ્યોગો માટે ખેડૂતો પાસેથી જમીન ખરીદનાર ઉદ્યોગકાર પાસેથી ખેડૂત પોતાની જમીનની કિંમતના પ્રમાણમાં ઇકવીટી-ભાગ રૃપે લેવી હોય તો મેળવી શકે તેવી જોગવાઈ પ્રવર્તમાન કાયદામાં નહોતી. પરંતુ હવે સરકારે એવી જોગવાઈ કરી છે. અર્થાત્ જો ઉદ્યોગના હેતુ માટે જમીન ખરીદનાર ઉદ્યોગકાર જમીન વેચનાર ખેડૂત ઇચ્છે તો જમીનની કિંમતના પ્રમાણમાં ખેડૂત ઇચ્છે તેટલી ઇકિવટી-ભાગ રૃપે જમીન આપી શકશે. આમ થતાં ખેડૂત તથા ઉદ્યોગકાર બંને વચ્ચે ભાગીદારીની તક ઊભી થઈ શકશે.
ઈન્ડસ્ટ્રીયલ પાર્ક અંગેની પ્રવર્તમાન જોગવાઈઓમાં પણ કેટલાક સુધારાઓ સરકારે કર્યા છે. તે મુજબ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના હેતુ માટે ગણોત ધારા હેઠળ કોઈ ઉદ્યોગકાર દ્વારા ખાનગી રીતે ખરીદવામાં આવેલી જમીનો અન્ય નાના અને મધ્યમ કક્ષાના તેમજ બીજાં ઔદ્યોગિક એકમોને વેચી શકશે. અલબત્ત, ઇન્ડસ્ટ્રીયલ પાર્કના ડેવલરે આવી જમીન પર માળખાકીય સુવિધાઓ ઉદ્યોગ કમિશનર નક્કી કરે તેવી નીતિ અને શરતોને આધીન પૂરી કરવાની રહેશે તેવી શરત રખાઈ છે.
તેમણે જણાવ્યું કે ખેતીની જમીનના બોનાફાઈડ પરચેઝર ખેડૂતો કે સંસ્થાઓ અંગે પણ કેટલીક સુધારા જોગવાઈ કરવામાં આવી છે. કયારેક એવું બને છે કે કોઈ ખેડૂત ખેતીની જમીન ખરીદે છે પણ અગાઉના વેચાણ વ્યવહારોમાં વચ્ચે જ કોઈ બિન ખેડૂત આવી ગયા હોય તો હાલના ખરીદદાર ખેડૂત- કબજેદારને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી મુશ્કેલીના નિવારણ માટે સરકારે નક્કી કર્યું છે કે – ખેતીની જમીન માટે તા. ૩૦ જુન ૨૦૧૫ અતવા તે પહેલાની તબદીલીઓ પૈકી જો કોઈ તબદીલી / તબદીલીઓ બિનખેડૂતની તરફેણમાં થયેલ હોય તો તે તબદીલી ધ્યાને લીધા સિવાય હાલના કાયદેસરના ખેડૂત ખાતેદાર પાસેથી જંત્રીના ૧૦ ટકા લેખે રકમ વસુલ કરીને તેની તરફેણમાં થયેલ છેલ્લો વ્યવહાર માન્ય કરવા અને આવા ખરીદનાર સામે જો શરતભંગની કાર્યવાહી શરૃ કરવામાં આવેલ હોય તો આવી કાર્યવાહી પડતી મૂકવાની રહેશે આના કારણે ખેડૂતોને ખૂબ જ સરળતા રહેશે તથા તેમની મુશ્કેલીઓનો અંત આવશે.
જો કે આ સુધારાથી કોઈ બિનખેડૂત એ ખેડૂત બની જતો નથી, પરંતુ હાલનો કબજેદાર ખરેખર મૂળથી ખેડૂત ખાતેદાર હોય તો તેણે ખરીદેલ જમીનને કાયદેસરતા પ્રાપ્ત થાય છે.
આવા જ પ્રકારે સખાવતી સંસ્થાઓ / સોસાયટી / કંપનીઓને પણ આવરી લઈ સમાન પ્રકારના સુધારાઓનો લાભ મળશે એમ તેમણે જણાવ્યું હતું. જોકે આ બધા સુધારાઓ માત્ર ખાનગી માલિકીની જમીનોનેજ લાગુ પડશે. સરકારી કે અન્ય રીતે નિયંત્રિત સત્તા પ્રકારે ધારણ કરેલી જમીનોને લાગુ પડશે નહીં.

ઔદ્યોગિક હેતુ માટે ખરીદેલી જમીન પર ઉત્પાદન કરવા ૭ વર્ષનો સમય
નિર્ધારિત સમય મર્યાદામાં ઉદ્યોગ શરૃ ન કરી શકેલા ઔદ્યોગિક એકમો પાસેથી ૪૦થી ૧૦૦ ટકા રકમ લઈ જમીન વેચવા દેવાશે


  અમદાવાદ,મંગળવાર
ઔદ્યોગિક હેતુ માટે ખરીદવામાં કે હસ્તગત કરવામાં આવેલી જમીન પર ઉદ્યોગ શરૃ કરવા માટે અગાઉ ૫ વર્ષની મહેતલ આપવામાં આવતી હતી તે લંબાવીને હવે ૭ વર્ષ કરી આપવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. આ વધારાના બે વર્ષના ગાળા માટે ઉદ્યોગ પાસે કોઈ પણ ચાર્જ વસૂલ કરવામાં આવશે નહિ. જૂની વ્યવસ્થા હેઠળ જમીન મેળવ્યા પછી ત્રણ વર્ષમાં ઔદ્યોગિક પ્રવૃત્તિ ચાલુ કરી દેવાની અને પાંચ વર્ષમાં ઉત્પાદન ચાલુ કરી દેવાની જોગવાઈ કરવામાં આવેલી હતી.
જમીન હસ્તગત કરનાર ઉદ્યોગો તેમને આપેલી સમયમર્યાદામાં ઉદ્યોગ ચાલુ ન કરી શકે તો તેમની પાસેથી જંત્રી પ્રમાણે જંત્રીની થતી કિંમતની ૫૦ ટકા રકમ લઈને તેમને ઉદ્યોગ ચાલુ કરી આપવામાં આવશે. સંજોગવશાત ઉદ્યોગો તેમને આપવામાં આવેલી સમય મર્યાદામાં તેમની ઔદ્યોગિક પ્રવૃત્તિ કે પછી ઉત્પાદન ચાલુ ન કરી શકે તેવા સંજોગોમાં ત્રણ વર્ષથી વધુ સમય થઈ ગયો હોય તો જંત્રીના ભાવ પ્રમાણે જંત્રીની થતી કિંમતની ૪૦ ટકા, ત્રણથી પાંચ વર્ષ થયા હોય તો જમીનની જંત્રી પ્રમાણે થતી કિંમતના ૬૦ ટકા રકમ અને સાત વર્ષથી વધુ સમય થયો હોય તો જમીનની જંત્રી પ્રમાણે થતી કિંમત જેટલી જ રકમ રાજ્ય સરકારને જમા આપવી પડશે. ત્યારબાદ જ જમીનનું વેચાણ કરીને તે તેબદિલ કરી શકાશે. ખાસ કરીને ઉદ્યોગોએ ખરીદેલી ખાનગી જમીનના વેચાણ માટે આ જોગવાઈ દાખલ કરવામાં આવી છે.
જમીન ખરીદ્યા પછી કાબૂ બહારના સંજોગોને પરિણામે ઉદ્યોગના માલિક તે જમીન પર નિર્ધારિત ધંધો કે ઉત્પાદન એકમ ચાલુ ન કરી શકે તેવા સંજોગોમાં ઉદ્યોગની સ્થાપના માટે ખરીદેલી જમીન માટે ચૂકવેલી કિંમત પ્રમાણેની કિંમત ચૂકવીને રાજ્ય રકાર વળતર આપીને શ્રી સરકાર કરી શકે તેવી વ્યવસ્થા હતી. તેમ જ જમીનના ઉપયોગને ધ્યાનમાં રાખીને તેનો નિકાલ પણ કરી શકતી હતી. પરંતુ ઉદ્યોગકારો તેમણે મેળવેલી જમીન વેચી શકતા નહોતા અને તેને પરિણામે તેમણે ભારે તકલીફનો સામનો કરવો પડતો હતો. નવા ઔદ્યોગિક સાહસિકોને આ તકલીફ ન પડે તે માટે નવી જોગવાઈ દાખલ કરવામાં આવી છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

50 + = 58

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud