દિલ્હીના મુખ્યમંત્રીની ઓફિસ પર CBIના દરોડા

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

1450161323_CBI raid at Delhi CM office Kejriwal say PM Narendra Modi Psychopath– દરોડા પર બોલ્યા CM કેજરીવાલ, ‘કાયર’ છે PM મોદી

દિલ્હી તા. 15 ડિસેમ્બર 2015

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારના રોજ દાવો કર્યો છે કે સીબીઆઈએ તેમની ઓફીસ પર દરોડા પાડ્યા છે. કેજરીવાલે ટ્વીટર પર આ દરોડાની માહિતી આપી. તેમની ઓફિસ સચિવાલયના ત્રીજા માળ પર આવેલી છે. દરોડાના સમચાર ટ્વીટર પર વહેતા કર્યાની તાત્કાલીક બાદ કેજરીવાલે PM મોદીને ‘કાયર’ કહ્યાં.

કહેવામાં આવી રહ્યું છે કે તેમના મુખ્ય સેક્રેટરી રાજેન્દ્ર કુમાર સંબંધી કિસ્સામાં આ દરોડા પાડવામાં આવ્યા છે. દરોડાના સમાચાર સામે આવતા જ કેજરીવાલ દિલ્હી સચિવાલય પહોંચવા નીકળી ગયા. અને પોતાના મંત્રીઓની બેઠક બોલાવી.

કેજરીવાલે આ કાર્યવાહીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આડે હાથ લેતા કહ્યું કે,’જ્યારે મોદી મારી સાથે રાજકીય રીતે સામનો કરી શક્યા નહીં તો તેમણે આ કાયરતાનો સાહરો લીધો. પીએમ મોદી કાયર છે.’ તો આપ નેતા આશુતોષે આ કાર્યવાહીને તાનાશાહી ઠેરાવતા કહ્યું કે કેન્દ્ર સરકાર સીબીઆઈનો દુરઉપયોગ કરી રહીં છે.

સીબીઆઈના સૂત્રો અનુસાર આ દરોડા કેજરીવાલની ઓફિસ પર પાડવામાં આવ્યા નહતા. પણ કેજરીવાલના મુખ્ય સેક્રેટરી રાજેન્દ્ર કુમારની ઓફિસ પર પાડવામાં આવ્યા છે. સીબીઆઈને ફરિયાદ મળી હતી કે રાજેન્દ્ર કુમાર છેલ્લા પાંચ વર્ષમાં જ્યાં પણ રહ્યાં પ્રાઈવેટ કંપનીઓને ફાયદો પહોંચાડતા રહ્યાં છે. સીબીઆઈએ રાજેન્દ્ર કુમારની સામે કેસ દાખલ કર્યો છે.

શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાએ આ દોરોડાને ડરાવવાનો પ્રત્યન હોવાનું કહ્યું છે. તેમણે કહ્યું કે બીજેપી સીબીઆઈની મદદથી ઈમાનદાર રાજનીતિને અટકાવવાનો પ્રયત્ન કરી રહીં છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

26 + = 27

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud