દિલ્હીમાં 2000 CCથી ઉપરની કારના રજિસ્ટ્રેશન પર પ્રતિબંધ: SC

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

1450250443_2000cc diesel vehicles SC bans new registrations in Delhi from Jan 1 to March 31– લોકોના જીવ તાળવે ચોંટ્યા છે ને તમને કાર વેચવાની પડી છે

– કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે મળીને દિલ્હીનું વાતાવરણ સાફ કરવાનું સમાધાન શોધે

– રાજધાની દિલ્હીને પ્રદુષણથી બચાવવા માટે સુપ્રીમ કોર્ટનો આકરો ચૂકાદો

નવી દિલ્હી તા. 16 ડિસેમ્બર 2015

દેશની રાજધાનીને પ્રદુષણથી બચાવવા માટે સુપ્રીમ કોર્ટે આકરો ચૂકાદો સંભળાવતા 2000 સીસીથી ઉપરના વહાનો માટે રજિસ્ટ્રેશન પર પ્રતિબંધ મુકી દીધો છે. આ સાથે જ ટેક્સીની ગાડીઓને સીએનજી પર ચલાવવાનો આદેશ આપી દીધો છે. વળી વર્ષ 2005થી જુની ડિઝલ ગાડીઓને દિલ્હીમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકી દીધો છે. કોર્ટનો વચગાળાનો ચૂકાદો ત્રણ મહિના માટે છે.

લોકોના જીવ તાળવે ચોંટ્યા છે ને તમને કાર વેચવાની પડી છે
મુખ્ય ન્યાયમૂર્તિ ટીએસ ઠાકુરે કહ્યું કે શ્રીમંત લોકો વૈભવી ગાડીઓથી વાતાવરણને પ્રદુષિત કરી શકે નહીં. સાથે જ મુખ્ય ન્યાયમૂર્તિએ કાર ડીલકોને કહ્યું કે લોકોના જીવન પર જોખમ છે અને તમને કાર વેચવાની પડી છે. ઓડ-ઇવન(એકી-બેકી) ફોર્મૂલા પર કહ્યું કે અમ તમને રોકી રહ્યાં નથી પરંતુ સવાલ તે છે કે તેને કંઇ રીતે લાગૂ કરવામાં આવશે? કોણ તેને લાગૂ કરાવશે અને શું તેનાથી ખરેખર કોઇ ફાયદો થશે?

ન્યૂયોર્ક કરતા વધારે દિલ્હીમાં વાહન
સુપ્રીમ કોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન એમિકસ ક્યૂરી હરીશ સાલ્વેને કહ્યું કે વર્ષ 2000થી દિવ્હીમાં વાહનોની સંખ્યા 97 ટકા વધી છે. દિલ્હીમાં લગભગ 85 લાખ વાહન થઇ ગયા છે જ્યારે લોસ એન્જિલસમાં 65 લાખ અને ન્યૂયોર્કમાં 77 લાખ વાહનો છે. દિલ્હીમાં ડિઝલ ગાડીઓની સંખ્યા 30 ટકા વધી છે.

2013માં દાખલ કરવામાં આવી હતી
2013માં જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી હતી. 2002માં દિલ્હીમાં કોમર્શિયલ વાહનોમાં ડિઝલ પર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મુક્યો હતો. 2015માં ડિઝલ કારના કારણે દિલ્હીની હાલત બદતર થઈ ગઇ. તેના કારણે દેશના 13 શહેર સમગ્ર દુનિયાના 20 સૌથી પ્રદૂષિત શહેરોમાં ગણાવા લાગ્યા.

પેટ્રોલમાં કેરોસીનની ભેળસેળ કરવામાં આવે છે, તો તમાસ કેમ નથી કરતા
કોર્ટે પેટ્રોલમાં થતી ભેળસેળનો ઉલ્લેખ કરતા કહ્યું કે પેટ્રોલ પંપોમાં પેટ્રોલમાં કેરોસીનની ભેળસેળ કરવામાં આવે છે, પરંતુ કોઇ તપાસ કરનાર નથી. જો ઇંધણમાં જ ભેળસેળ હશે તો પ્રદુષણ તો થશે જ. કોર્ટે કેન્દ્ર અને દિલ્હી સરકારને કહ્યું કે તમે બન્ને સાથે બેસીને દિલ્હીના વાતાવરણને સાફ કારવા સમાધાન હલ કાઢતા.

નિયમ તોડ્યો તો બમણો દંડ અને લાઇસન્સ જપ્ત
દિલ્હી ટ્રાફિક પોલીસને રોડ સુરક્ષાને લઇને સુપ્રીમ કોર્ટ દ્વારા નિમણૂંક કરવામાં આવેલી સમિતિના દિશા-નિર્દેશોને મંગળવારથી લાગૂ કરી દીધા છે. એકથી વધુ વખત નિયમ તોડવા પર હવે પહેલા કરતા બમણો દંડ ચૂકવવો પડશે. જો તમે ત્રીજી વખત નિયમ તોડો છો તો તમારૂ ડ્રાઇવિંગ સાઇસન્સ પણ જપ્ત કરવામાં આવી શકે છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

50 + = 54

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud