લોકલની ભીડ ઘટાડવા સ્કૂલો, કોલેજો તથા ઓફિસોના સમય બદલવાનો વિચારવાનું સૂચન

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

1450286146_mum-16-12-1ગીચ ભરેલી ટ્રેનમાં પ્રવાસીઓને ચડતા અટકાવવા પોલીસ તહેનાત રાખવાની પણ સરકારને સલાહ

સ્ટીલના થાંભલાને રબરનું કવર લગાવવાનો નિર્દેશ

 મુંબઇ, તા. ૧૬
ઉપનગરીય રેલવેમાં ભીડને ઓછી કરવા માટે ઓફિસ તથા સ્કૂલ કોલેજોના સમય બદલવાનો વિચાર કરવા બોમ્બે હાઇ કોર્ટે રાજ્ય સરકારને સૂચન કર્યું છે. ન્યાયમૂર્તિ નરેશ પાટીલે એ. બી. ઠક્કરે લખેલા પત્રને આપમેળે જનહિત અરજીઓ ફેરવીને કરેલી  સુનાવમીમાં આ સૂચન કર્યું હતું. પત્રમાં વરિષ્ઠ નાગરિકો માટે ટ્રેનમાં અલગ ડબ્બો આરક્ષિત રાખવાની અરજી કરી હતી.
જજે રેલવેને ટ્રેનના ડબ્બાના પ્રવેશ દ્વાર પર સ્ટીલના થાંભલા પર રબ્બર બેસાડવાનું પણ જણાવ્યું હતું. જેથી પ્રવાસીઓના હાથ લસરી જાય નહીં અને ટ્રેનમાંથી પડી જાય નહીં.
રેલવે ઓથોરિટીઓએ અગાઉ કોર્ટને જણાવ્યું હતું કે પ્રવાસીઓ માટે ઉપનગરીય લોકલ ડબલ ડેકરની દોડાવવાનું શક્ય નથી. બેન્ચે એવો મત વ્યક્ત કર્યો હતો કે દરેક સ્ટેશનોમાં નજીકની હોસ્પિટલોની યાદી હોવી જોઈએ જેથી અકસ્માત પીડિતને એમ્બ્યુલન્સમાં તાત્કાલિક લઈ જઈને દાખ કરી શકાય.
કોર્ટે અગાઉ વરિષ્ઠ નાગરિકો માટે અલગ ડબ્બાવાળી ટ્રેન દોડાવવાનો પણ નિર્દેશ આપીને પ્રાયોગિક ધોરણે સર્વિસ શરૃ કરવા જણાવ્યું હતું. દરેક ટ્રેનોમાં વરિષ્ઠ નાગરિકો માટે ૧૪ બેઠકો આરક્ષિત રાખવાનો પણ મધ્ય અને પશ્ચિમ રેલવેને નિર્દેશ આપ્યો હતો. આરક્ષિત ડબ્બાવાળી ટ્રેન ચોક્કસ સમયે દોડાવી શકાય જેથી વરિષ્ઠ નાગરિકો એજ સમયની ટ્રેન પકડીને પ્રવાસ કરી શકે એવો નિર્દેશ પણ કોર્ટે આપેલો.
દરમિયાન અન્ય એક જનહિત અરજીની સુનાવણીમાં કોર્ટે રેલવેને શક્ય એટલા પ્રયાસો કરીને પ્રવાસીઓની સુરક્ષાની તકેદારી લેવા જણાવ્યું છે. મહત્ત્વના રેલવે સ્ટેશનો પર લોકો ગીચોગીચ ભરેલી ટ્રેનમાં ચડવાનું જોખમ લે નહીં એની તકેદારી લેવા પોલીસ તહેનાત રાખવા તથા અમર્યાદિત લોકો ટ્રેનમાં ચડે નહીં એની ખાતરી કરવા જેવા નિર્દેશો કોર્ટે રેલવેને આપ્યા હતા.
રેલવેએ પણ કોર્ટને જાણ કરી હતી કે મહત્ત્વના રેલવે સ્ટેશનો પર તાકીદની તબીબી સેવાઓ પૂરી પાડવા રૃમ તૈયાર કરવામાં આવ્યા છે અને દહાણુ સુધીના અનેક સ્ટેશનો પર આ સુવિધા આપવાની પ્રક્રિયા ચાલી રહી છે. વધુ સેવા શરૃ કરવા રેલવે પાટા પણ વધારવાની પ્રક્રિયા હાથ ધરી  છે.
અગાઉની સુનાવણીમાં કોર્ટ ઉપનગરીય રેલવે દહાણુ સુધી દોડતી હોવાથી તાકીદની તબીબી સેવા આપતા કેન્દ્રો દહાણુ સુધી શરૃ કરવાનું તથા એમ્બ્યુલન્સ તહેનાત રાખવાનું જણાવ્યું હતું. અકસ્માતનો ભોગ બનનારાને તાત્કાલિક સારવાર શરૃ કરવાની ખાનગી હોસ્પિટલોને પણ સૂચના આપવામાં આવી હતી.
 

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

99 − 96 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud