કચ્છની મુલાકાતે આવતા નરેન્દ્ર મોદી 7માં વડાપ્રધાન

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

1450418516_Narendra modi was 7th pm who visit the kutch– 1957માં અંજારના ભૂકંપ વખતે જવાહરલાલ નહેરૂને અકસ્માત નડયો હતો

– મોદી ગુજરાતમાં મુખ્યમંત્રી પદે હતા ત્યારે તેમણે 64 વખત કચ્છની મુલાકાત લીધી હતી

ભુજ,ગુરૃવાર

આવતીકાલે કચ્છમાં ડીજી કોન્ફરન્સનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ડીજી મીટમાં હાજરી આપવા દેશના વડાપ્રધાન ઉપસિૃથત રહેશે. ઉલ્લેખનિય છે કે, કચ્છની મુલાકાતે આવનારા  વડાપ્રાૃધાનોમાં નરેન્દ્ર મોદી સાતમાં ક્રમે આવે છે.

નરેન્દ્ર મોદી ગુજરાતમાં મુખ્યમંત્રી પદે હતા ત્યારે તેમણે 64 વખત કચ્છની મુલાકાત લીધી હતી. તો આ અગાઉ પણ ગુજરાતના મુખ્યમંત્રીઓ કચ્છની મુલાકાતે આવતા રહ્યા હતા. વડાપ્રાૃધાનોની કચ્છ મુલાકાતની વાત કરીએ ત્યારે નરેન્દ્ર મોદી સાતમાં વડાપ્રાૃધાન છે  કે જેઓ કચ્છની મુલાકાતે આવી રહ્યા છે.

આ અગાઉ પંડિત જવાહરલાલ નહેરૃ, ઈન્દિરા ગાંધી, મોરારજી દેસાઈ,  રાજીવ ગાંધી, નરસિંહ રાવ અને અટલ બિહારી વાજપાયીનો સમાવેશ થાય છે. ભૂકંપના સમયગાળા દરમિયાન ૧૮ ઓગષ્ટ ૧૯પ૬માં અંજારમાં તત્કાલિન પીએમ પંડિત જવાહરલાલ નહેરૃએ મુલાકાત લીધી અને તેઓ ખુલ્લી જીપમાં ફર્યા હતા તે વેળાએ તેમની જીપને અકસ્માત પણ નડયો હતો જેમાં સામાન્ય ઈજાઓ પહોંચી હતી.

જ્યારે અછત વખતે રાજીવ ગાંધીએ એક મુલાકાત લીધી હતી. તત્કાલિક વડાપ્રાૃધાનો ભુજના ઉમેદ ભુવનમાં રોકાયા હતા અને વિવિધ સૃથળોની મુલાકાત લીધી હતી.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

9 + 1 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud