Get Saurashtra Bhoomi Daily Newspaper on WhatsApp !!!

Breaking News

પ્રધાનમંત્રી એકસાથે અઢાર લાખ પોલીસને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવશે

By  | 

1450713211_n2દેશના ઈતિહાસમાં પ્રથમ વખત

દરેક પોલીસનો મોબાઈલ નંબર મગાવવાની પ્રક્રિયા શરૃ કરી દેવામાં આવીઃ એસએમએસ દ્રારા અભિનંદન
ન્યુ દિલ્હી, તા.૨૧
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી પ્રજાસત્તાક દિવસના રોજ સદંતર નવો પ્રયોગ કરીને દેશના અઢાર લાખથી વધારે પોલિસોને મોબાઈલ એસએમએસ દ્રારા અભિનંદન પાઠવશે. પ્રધાનમંત્રી દરેક પોલિસમેનનો સીધો સંપર્ક કરશે. ડાયરેક્ટર જનરલથી કોન્સ્ટેબલસુધીના દરેક રાજ્યના પોલિસને ગણતંત્ર દિવસની શુભેચ્છાવાળો એસએમએસ કરશે.
સુત્રોએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીએ કચ્છમાં ચાલેલી ત્રિદિવસીય ડીજીપી કોન્ફરન્સમાં દરેક પોલિસમેનને એસએમએસ કરીને ગણતંત્ર દિવસના અભિનંદન પાઠવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જો કે આ પ્રકારની ઘટના દેશમાં પ્રથમ વખત થવાની છે કે દેશના દરેક પોલિસમેનને પ્રધાનમંત્રીનો સીધો સંદેશો જતો હોય. મોદીએ કહ્યું હતું કે દેશના દરેક પોલિસ અધિકારીનો સંપર્ક નંબર હોવો જરૃરી છે અને દેશના દરેક રાજ્યના મુખ્ય અધિકારીને ૨૬મી જાન્યુઆરી પહેલા આ યાદી તૈયાર કરવાની સુચના આપી દેવામાં આવી છે, જેથી દરેકને એસએમએસ કરી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

23 + = 30

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud