કોલકાતા: જેટ એરવેઝની બસે એર ઈન્ડિયાના પ્લેનને મારી ટક્કર

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

1450764958_kolkata airport jet airways passenger bus rams into stationary air India flightડ્રાઇવરે પેસેન્જર બસ પરથી નિયંત્રણ ગુમાવી બેસતા દુર્ઘટના સર્જાઇ

કોલકાતા તા. 22 ડિસેમ્બર 2015

કોલકાતા એરપોર્ટ પર મંગળવારની સવારે જેટ એરવેઝની એક બસ રનવે પર એર ઇન્ડિયાના એક વિમાન સાથે અથડાઇ હતી. બસ વિમાનના એન્જિનના એક ભાગમાં ઘૂસી ગઇ હતી અને વિંગ સાથે અથડાતા બચી. રાહતના સમાચાર તે છે આ ઘટનામાં કોઇને કોઇપણ જાતનું નુકશાન થયું નથી.

મળતી માહિતી અનુસાર એર ઇન્ડિયાની ફ્લાઇટ સવારે લગભગ 5.45 વગ્યે રનવે નંબર 32 પર ઉભી હતી. આ દરમિયાન પાછળથી આવી રહેલી જેટ એરવેઝની બસે વિમાનના એન્જિનના પાછળના ભાગમાં ટક્કર મારી દિધી. કહવેમાં આવી રહ્યું છે કે ડ્રાઇવરે બસ પરથી પોતાનું નિયંત્રણ ખોઇ દિધુ હતુ જેના કારણે આ દુર્ઘટના સર્જાઇ હતી.

દુર્ઘટના સમેયે ફ્લાઇટ અને બોર્ડિંગ બસમાં કોઇ પેસેન્જર હાજર ન હતા. દુર્ઘટના બાદ એર ઇન્ડિયાના એરપોર્ટ ઓથોરિટીએ ફરિયાદ કરી હતી. પોલીસે પણ ઘટનામાં એફઆઇઆર દાખલ કરી પૂછપરછ કરી દિધી હતી. એર ઇન્ડિયાનું આ વિમાન કોલકાતાથી આસામના સિલચર જવાનું હતું. એર ઇન્ડિયા અને જેટ એરવેઝના અધિકારીઓ કોલોકાતા એરપોર્ટ પર પહોંચી ગયા છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

58 − 54 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud