તરુણીને છેડનારા અસામાજિક તત્ત્વોએ એસિડ ફેંકવાની ધમકી આપી

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

1450894635_a2અમદાવાદના નિકોલ વિસ્તારમાં ૧૪ વર્ષની

અમદાવાદ, મંગળવાર
મહિલા સુરક્ષાની અને મહિલા સશક્તિકરણની વાતો માત્ર કાગળ પર જ છે.અમદાવાદ જેવા મેગાસિટીમાં ઘણી વાર રસ્તામાં જતી યુવતીઆએે અસામાજિક  તત્વોની છેડતીનો ભોગ બનવું પડે છે. જેમાંથી કેટલીક છોકરીઓ માતા પિતાના દબાણના કારણે ભણવાનું પણ છોડી દેતી હોય છે. તાજેતરમાં અમદાવાદના નિકોલ વિસ્તારની  ૧૪ વર્ષની વિદ્યાર્થીનીને ટયુશન જતા આવતા રસ્તામાં ૧૦ થી ૧૫ જેટલા અસામાજીક તત્વો છેડતી કરતા હતા.આ અંગે છોકરીના પિતાને જાણ થતા તેમણે યુવકોને ધમકાવી ફરીથી હેરાન ન કરવા માટે જણાવ્યું હતું. ત્યાર બાદ  આ યુવકોએ છોકરીના ઘરે આવીને તોફાન કરીને તેની પર એસિડ ફેંકવાની ધમકી આપી હતી.
અસામાજિક  તત્વોએ  ઘરે આવીને તોડફોડ કરી ધમકી આપી હોવાની ફરિયાદ થઇ
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં ૧૪ વર્ષની બાળકી જયારે  ટયુશન જતી ત્યારે રસ્તામાં કેટલાક રોમીયો હેરાન કરતા હતા.આથી વિદ્યાથીનીએ કંટાળીને પોતાના માતા પિતાને વાત જણાવીને ટયુશન જવાનું બંધ કરી દીધું હતુ. માતા પિતાએ જયારે જાણ્યું કે ટયુશન કલાસ જતી પોતાની દીકરીની છેડતી થાય છે ત્યારે તેઓ રસ્તામાં હેરાન કરનાર શખ્સો પાસે જઇને ઠપકો આપ્યો હતો.ત્યાર બાદ  યુવતીના પિતા ઘરે ન હતા ત્યારે ૨૦ જેટલા બાઇક લઇને આવેલા અસમાજીક  તત્વોએ છોકરીના  ઘરે આવીને તોડફોડ કરી હતી.એટલું જ નહી તરુણી પર એસિડ ફેંકીને મારી નાખવાની ધમકી પણ આપી હતી.અચાનક આવેલા આ લુખ્ખા તત્વોને જોઇને તરુણી તથા તેની માતાએ  ઘરનો દરવાજો બંધ કરીને પુરાઇ ગયા હતા. અસામાજીક તત્વોની ધમાલથી સોસાયટીમાં બુમાબુમ મચી જતા છેવટે એકઠા થયેલા લોકોએ ૧૮૧ મહિલા હેલ્પલાઇન પર ફોન કર્યો હતો. ૧૮૧ હેલ્પલાઇનની વાનના કાઉન્સિલરે ગભરાયેલી  વિદ્યાર્થીની અને તેની માતાનું કાઉન્સિલીંગ કરી નિકોલ પોલીસ સ્ટેશનમાં લઇ જઇ આ અસામાજિક તત્વો વિરુધ્ધ અરજી કરી છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

+ 34 = 38

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud