Get Saurashtra Bhoomi Daily Newspaper on WhatsApp !!!

Breaking News

બે સપ્તાહની બાળકીની પાકિસ્તાની માતાને ભારત છોડી દેવા કહેવાયું

By  | 

1450896142_a8હિન્દુસ્તાની બાપ ગોધરાકાંડના ગુનામાં જેલમાં બંધ છે

બાળકીના વિઝા પાકિસ્તાન આપતું નથી અને માતાના વિઝાની મુદત ભારત વધારતું નથીઃ હાઈકોર્ટમાં પિટિશન

અમદાવાદ, બુધવાર
ભારત-પાકિસ્તાનના ભાગલાને સાડા છ દાયદાનો સમય વિતી ગયો છે પરંતુ બન્ને દેશના નાગરિકો વચ્ચેના સંબંધો હજુ પણ ડિપ્લોમસીની એરણે ચડતા રહે છે. એક ભારતીય નાગરિક પાકિસ્તાની છોકરીને પરણ્યો હતો જેને હજુ નાગરિકતા મળી નથી. હવે આ વ્યક્તિ તો ગુનામાં જેલમાં જતો રહ્યો અને આ કપલની માત્ર બે સપ્તાહની છોકરી જેનો ભારતમાં જન્મ થતાં ભારતીય નાગરિક છે તેને છોડીને સત્તાવાળાઓએ પાકિસ્તાની માંને દેશ છોડીને પાકિસ્તાન જતી રહેવા આદેશ કર્યો છે. હવે માંએ હાઈકોર્ટમાં પિટિશન કરીને લોન્ગ ટર્મ વિઝાની મુદત વધારી આપવાનો નિર્દેશ આપવાની દાદ માંગી છે.

ગોધરાકાંડમાં દોષિત જાહેર થયેલા ઈરફાન પાડાએ પાકિસ્તાની છોકરી મારીયા સાથે લગ્ન કર્યા હતાં. ઈરફાન જેલમાં છે અને પેરોલ પર સમયે સમયે તે છુટતો રહેતો હતો. ઈરફાનની પાકિસ્તાની પત્ની મારીયાએ બાળકીને જન્મ આપ્યો છે જેનું નામ સવેરા રાખવામાં આવ્યું છે. આ બાળકી માત્ર બે સપ્તાહની છે. આ બાળકી ભારતીય નાગરિક છે. મારીયાને ભારત સરકારે ૮ જાન્યુઆરી સુધીમાં દેશ છોડીને જતા રહેવા માટે આદેશ કર્યો છે. મારીયાએ લોન્ટ ટર્મ વિઝા માટે અરજી કરી છે પરંતુ ગૃહ મંત્રાલયે હજુ આ અરજી પર કોઈ નિર્ણય લીધો નથી. આથી લોન્ગ ટર્મ વીઝાની મુદત વધારી આપવાની દાદ માંગતી પિટિશન ગુજરાત હાઈકોર્ટમાં તેમણે દાખલ કરી છે. જસ્ટિસ આર.એમ. છાયાએ આ મુદ્દે કેન્દ્ર અને રાજય સરકારને નોટિસ કાઢીને ૪ જાન્યુઆરીએ વધુ સુનાવણી નિયત કરી છે.ગોધરાકાંડની ઘટનામાં પાડા દોષી જાહેર થયો હતો. લગ્ન કરવા માટે ગત નવેમ્બરમાં તેને જામીન મળ્યા હતાં. તેની પત્ની મારીયાએ ગત મહિને બાળકીને જન્મ આપ્યો હતો. મારીયા જયારે ગર્ભવતી હતી ત્યારે જ લોન્ગ ટર્મ વિઝાની અરજી ફગાવી દેતા હાઈકોર્ટમાં પિટિશન કરી હતી. ત્યારબાદ તેમણે વિઝા લંબાવવા બીજી અરજી કરી હતી. પંચમહાલ એસ.પી.એ તેના વિશે નકારાત્મક અભિપ્રાય આપીને તેની અરજીને વિદેશ મંત્રાલયમાં મોકલી નહોતી. હાઈકોર્ટમાં આ પહેલા કરેલી અરજીમાં તેમણે આપેલા નિવેદનનું ખોટુ અર્થઘટન કરીને તેને દેશ છોડવા માટેનો આદેશ કરાયો છે તેવો પણ પિટિશનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એવો પણ મુદ્દો ઉઠાવાયો છે કે રાજય સરકાર પાસે વિઝા અરજી નકારવાની સત્તા નથી, તે માત્ર પોતાનો અભિપ્રાય આપી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

+ 39 = 45

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud