રેલવે મુસાફરો સાવધાન! 33%ના ભાવ વધારા માટે થઈ જાઓ તૈયાર

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

News2_20151224111946915જો તમે વારંવાર રેલવેની મુસાફરી કરતા હોવ તો હવે તમારા ખિસ્સામાંથી વધુ રૂપિયા ફાળવવા તૈયાર થઈ જાઓ. ભાવ વધારો એ નાગરિકોના જીવનનો જ એક ભાગ બની ગયો છે. લોકોએ રોજબરોજ કોઈને કોઈ વસ્તુના ભાવ વધારા માટે તૈયાર જ રહેવુ પડે છે. તેમાં પણ રેલવે સેવા કોઈપણ વ્યક્તિથી બાકાત નહિ હોય. રેલવેએ ફરીથી ભાવ વધારાનું એલાન કર્યું છે. આ વખતે રેલવે મુસાફરોએ 33 ટકાના ભાવ વધારા માટે તૈયાર થઈ જશો.

રેલવેએ એકવાર ફરીથી ભાવ વધારાની જાહેરાત કરી છે. આ વખતે તેમણે સીધા 33 ટકા પર જંપ મારી છે. જો તમે વધુ રેલવે મુસાફરી કરતા હોવ તો આ ન્યૂઝ સો ટકા તમને રડાવી દેશે. રેલવેએ તત્કાલ ટિકિટ, સ્પીલર ક્લાસ, એસી-3 ટિયર, એસી-2 ટિયર અને એક્ઝિક્યુટિવ ક્લાસની ટિકિટ્સમાં વધારો કર્યો છે. આ વધારો 33 ટકાનો છે.

આ વધારો આવતીકાલથી એટલે કે 25 ડિસેમ્બરથી જ લાગુ કરી દેવામાં આવશે. સ્લીપર ક્લાસમાં 90થી 100 રૂપિયાનો વધારો થયો છે. જાણો કેટલા રૂપિયાનો વધારો થયો છે. સ્લીપર ક્લાસમાં ભાવ 175થી વધીને 200 થયો છે. જ્યારે તત્કાલમાં એસીના ચાર્જિસનો પણ વધારો થયો છે. એસી 3 ટિયરના ચાર્જિસ 250થી 300 જેટલા થયા છે. જ્યારે મેક્સિમમ ચાર્જિસ 350થી 400 જેટલા વધ્યા છે.

મિનીમમ અને મેક્સિમમ રકમ જે પ્રકારની રેલવે જર્ની હશે તે પ્રમાણે લાગુ થશે. જ્યારે એક્ઝિક્યુટિવ ટ્રાવેલર્સને પણ ભાવ વધારો સહન કરવો પડશે. તેમણે 300ના બદલે 400 રૂપિયા વધુ ચૂકવવા પડશે. સેકન્ડ ક્લાસના મુસાફરો પણ ભાવ વધારાથી બાકાત તો નથી. તેમણે પણ તત્કાલ બુકિંગ માટે રૂપિયા વધુ ચૂકવવા પડશે.

છેલ્લો ભાવ વધારો
હજી ગયા મહિને જ રેલવેએ ભાવ વધારો જાહેર કર્યો હતો. ગત નવેમ્બરમાં 18મી તારીખે ટિકિટ દરમાં 5થી 10 રૂપિયા ચાર્જ વધાર્યો હતો. તેમજ પ્લેટફોર્મ ટિકીટમાં પણ વધારો કર્યો હતો.  

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

2 + 5 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud